સુરેન્દ્રનગરમાં યાત્રાધામ ચોટીલામાં નવા વર્ષ નિમિત્તે દર્શન-આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 નવેમ્બર બેસતા વર્ષના દિવસે સવારે 4 વાગ્યે મંદિર ખુલી જશે.
4:30 કલાકે થશે સવારની આરતી
- Advertisement -
2 નવેમ્બર એટલે કે, બેસતા વર્ષના દિવસે સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખુલી જશે. તો સવારની આરતી પરોઢિયે સાડા ચાર વાગ્યે થશે. તો લાભ પાંચમ પછી પણ મંદિરમાં આરતી અને દર્શનના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 7 થી 14 નવેમ્બર સુધી પગથિયાના દ્વાર સવારે સાડા 4 વાગ્યે ખુલી જશે. જયારે પરોઢિયે 5 વાગ્યે ચામુંડા માતાજીની આરતી થશે.
દર પૂનમે પણ ચોટીલામાં આરતીના સમયમાં ફેરફાર
મંદિરે ભક્તોની ભીડને જોતા દર પૂનમ નિમિત્તે પણ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, દર પૂનમે વહેલી સવારે અઢી વાગ્યે પગથિયાના દ્વાર ખુલી જશે. જેથી ભક્તો અઢી વાગ્યાથી ડુંગર પર ચઢાણ શરૂ કરી શકશે. પૂનમે સવારે ત્રણ વાગ્યે માતાજીની આરતી થશે. સંધ્યા આરતી રોજ મુજબ સૂર્યાસ્ત બાદ થશે. મંદિરના ભોજનાલયમાં ભક્તો માટે બપોરે 11થી 2 વાગ્યા સુધી ભોજન-પ્રસાદનું વિતરણ કરાશે.