ધારાસભ્યોએ કૃષી મંત્રી સાથે બેઠક કરી રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લામાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયા હતાં. અતિભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ હતું. અને તૈયાર થયેલ પાક નિષ્ફળ ગયેલ હતો. જેમા શીંગ, કઠોળ,કપાસ જેવા અનેક પાકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. જેથી લીલા દુષ્કાળની પરિસ્થીતી સર્જાયેલી છે ત્યારે ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થઇ સરકાર દ્વારા નુકશાનની તાકીદે સર્વે કરી સરકારશ્રીના નિયમો મુજબ સહાય ચુકવવા ધારાસભ્યોને રજુઆત મળતા પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાળા, અને લાઠી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા તેમજ રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીએ આજે ગાંધીનગર ખાતે રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમા વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે સત્વરે તેનો સર્વે કરી ઝડપથી સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.