ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટનાં કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો આજથી (20 ઓક્ટોબર) જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો જેને પગલે રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા જિલ્લા સેવાસદન અને આર ટી ઓ કચેરી ખાતે હેલ્મેટ ડ્રાઈવ યોજવામા આવેલ હતી જેમાં 30 જેટલા વાહન ચાલકોને 59000/- હજાર જેટલા દંડની કાર્યવાહી કરવામા આવેલ છે.