બિન અધિકૃત જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને બિન સર્ટિફાઇડ બિયારણોના વેચાણો બંધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ ખાતે વિરપુરમાં કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા પાક બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ફલ્ટીલાઈઝર ખારતના ચેકીંગ માત્ર કાગળ ઉપર જ કરતા હોય તેવું આમે આવ્યું છે.
ખેડૂતોને જગતના તાત કહેવામાં આવે છે,પોતાની જમીનોના દિવસ રાત જોયા વગર કાળી મજુરી કરીને પાકનું ઉત્પાદન કરીને અન્ન પેદા કરે છે પરંતુ આ જગતના તાત એવા ખેડૂતોને અન્ન પેદા કરવામાં ખુબ જ મુશ્ર્કેલીઓ સામે આવતી હોય જેમાં ખાસ કરીને બજારોમાં વેચાતા મોંઘાં ભાવના પાકના બિયારણ તેમજ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો સહિત ખરીદ કરતા હોય ત્યારે કેટલાક એગ્રો ધરાવતાં વેપારીઓ આ બિયારણો,ખાતરો કે જંતુનાશક દવાઓ મિલાવટ વાળા કે ડુપ્લીકેટ તેમજ સર્ટિફાઇડ વગર જ વેચાણ કરતા હોય છે,જ્યારે આ બિયારણો કે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો નબળી કોલેટીના નીકળે ત્યારે ખેડૂતોને માથે અનેક મુશ્ર્કેલીઓ આવતી હોય છે આવા નબળી કોલેટી કે ખાતરો, દવાઓના કારણે ખેડૂતોના પાક સંપૂર્ણ પણે ફેઈલ પણ જવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવે છે પરંતુ સરકારના ખેતીવાડી વિભાગ,કૃષિ વિભાગ દ્વારા બિયારણો કે ખાતરો અથવા તો જંતુનાશક દવાઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવાની કામગીરી કરવાની હોય છે પરંતુ ખેતીવાડી વિભાગના અધિકારીઓ માત્ર કાગળ પર જ કે એસી ઓફિસમાં બેસીને જ આવી ચેકીંગની કામગીરી કરીને સંતોષ માનતા હોય છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં અનેક જંતુનાશક દવાના,પાક બિયારણના વેપારીઓ કે ખાતરના વેપારીઓનો રાફળો ફાટ્યો હોય તેમ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે
અનેક જગ્યાએ નબળી કોલેટીના કે સર્ટિફાઇડ વગર જ બિયારણો,ખાતરો,જંતુનાશક દવાઓનું વેચાણ થઈ રહ્યું છે જેમનો ભોગ અભણ ખેડૂતો બનતા હોય છે, સરકારશ્રીના નિયમ મુજબ બિયારણ કે જંતુનાશક દવાઓ વેચાણ કરવા માટે બીએસી એગ્રીનો અભ્યાસ કરેલ હોવો જોઈએ પરંતુ વિરપુરમાં અનેક એગ્રો ધારકો લાઈસન્સ વગર કે બીએસી એગ્રી વગર જ વેચાણ કરી રહ્યા હોવાનું જાગૃત ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સરકારના ખેતીવાડી કૃષિ વિભાગનાં અધિકારીઓ ચેકીંગના નામે ધતિંગ કરતા હોય તેવું સામે આવ્યું છે કૃષિ વિભાગના અધિકારીઓને જાણે એગ્રો ધારકો સાથે સાંઠગાંઠ અને મિલીભગત હોય તેમ વિરપુરમાં બિયારણ કે જંતુનાશક દવાઓના ચેકીંગમાં માત્ર દેખાડા કરીને આંખ આડા કાન કરતા હોય તેમ માત્ર એક જ જગ્યાએ થી માત્ર રાસાયણિક ખાતરના જ સેમ્પલ લઈને સંતોષ માની ચાલતી પકડે છે તેવા જાગૃત ખેડૂતોએ આક્ષેપો કર્યા છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને એગ્રો ધારકો સામે તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.



