રાજકોટમાં ફાર્મહાઉસ અને સાસણ ગીરમાં ડ્રગ્સની પાર્ટી યોજાતી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રવિવારે શહેર એસઓજીની ટીમે બામણબોર નજીકથી અમદાવાદની બ્યુટી પાર્લરની સંચાલિકાને રૂ.5.89 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી હતી. આ યુવતી રાજકોટમાં ડ્રગ્સની પાર્ટી કરવા આવતી હતી અને અગાઉ અનેક યુવકો સાથે પાર્ટી કરી ચૂક્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો દરમિયાન તેણીને ડ્રગ્સ આપનાર મુંબઈની મહિલાને પણ પોલીસે અમદાવાદથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી અને ઘરમાં જ બ્યુટી પાર્લર ચલાવતી શ્ર્વેતા શાંતિલાલ ઠક્કર ઉ.27ને રાજકોટ પોલીસે રૂ.5.89 લાખના 58.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ ગામેતી સહિતના સ્ટાફે શ્વેતાને એક દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું હતું કે, શ્વેતા ઠક્કર અગાઉ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર મકાનમાં ભાડેથી રહેતી હતી.
શ્વેતા ડ્રગ્સનું સેવન કરતી હતી અને અગાઉ અનેક વખત રાજકોટ ડ્રગ્સ લઇને આવી હતી અને રાજકોટ તથા સાસણ ગીરમાં મિત્રો સાથે જઇને ત્યાં પાર્ટી કરતી હતી શ્વેતા ઠક્કરે ડ્રગ્સનો જથ્થો મૂળ મુંબઇની અને કેટલાક સમયથી અમદાવાદ રહેતી રહેનુમા અસીમખાન નામની 39 વર્ષની યુવતી પાસેથી ખરીદ કર્યો હોવાનું જણાવતા પોલીસની એક ટીમ અમદાવાદ દોડી ગઇ હતી અને રહેનુમાંની પણ ધરપકડ કરી હતી રહેનુંમાંએ પણ અમદાવાદના જ એક શખ્સ પાસેથી ડ્રગ્સ લીધાનું ખૂલતાં પોલીસે તે શખ્સને પકડવાની કવાયત શરૂ કરી હતી પકડાયેલ રહેનુંમાં ચારએક મહિનાથી જ જેલમુક્ત થઈ છે