ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહેમાનોની હાજરીમાં ખેલૈયાઓની રાસની રંગત નવમા નોરતે જામી.. સહિયર રાસોત્સવમાં નવમા નોરતે માતાજીની આરતી બાદ છેલ્લાદોર સુધી રાસના રસિયાઓ એ છકડો ટીમલી ડાકલા ભાંગડાના તાલે રાસનો રંગ જમાવ્યો નોરતા એટલે નવ દિવસ પણ સહિયર એટલે દસ દિવસ સુરેન્દ્રનગર સિંહ વાળાએ ખેલૈયાઓને ખુશ કરવા આજરોજ દશેરા એ પણ રાસનો રંગ યથાવત જામશે તેમ જણાવ્યું હતું…
- Advertisement -
સહિયરમાં નવમા નો અર્થ એ રાસની રંગત નીહાળવા રાજકોટના રાજ એચ એચ ઠાકોર સાહેબ માંધાતા સિંહજી જાડેજા ઓફ રાજકોટ તથા સાંસદ રામભાઈ મોકરીયા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજકોટ એસીપી ભરત બસિયા પી.આઇ ડામોર પી.આઈ મયુરઘ્વજસિંહ સરવૈયા, પી આઈ ગોર્ચર ફાયર સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા પુષ્કરભાઇ પટેલ, રાકેશભાઈ પોપટ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, હેડલાઇનસ ના તંત્રી જગદીશ મહેતા, મનુભાઈ વઘાસિયા નીતાબેન વઘાસિયા મામા સરકાર રાજભા ચુડાસમા રૂપલબેન ચુડાસમા પી.એસ.આઇ વનરાજસિંહ ડોડીયા પીએસઆઇ પરમાર અમિતભાઈ વેકરીયા ધીરુભાઈ લુનાગરિયા કોર્પોરેટર નીતિનભાઈ રામાણી જયાબેન હરિભાઈ ડાંગર તથા સોનલબેન સેલારા ઉપસ્થિત રહ્યા હતા. રાસની રંગત આજે પણ રાહુલ મહેતા અપેક્ષા પંડ્યા તથા તેજસ શિશાંગ્યાએ જીલ એન્ટરટેનમેન્ટ સાથે નવ વાગ્યાથી જામશે તેમ સહિયર ક્લબની યાદીમાં જણાવાયું છે.