ગેસ સિલિન્ડર ફાટવાની ઘટનામાં સદનસીબે જાનહાની નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ધ્રાંગધ્રા તાલુકાના રાયગઢ ગામે આજે સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી હતી. રાયગઢ ગામે રહેતા અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા રાજેશભાઈ અધારાના રહેણાક મકાને અચાનક ગેસ સિલિન્ડરમાંથી આગ પ્રસરી હતી અને થોડા સમયમાં જ આજ્ઞા લીધે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ ઘટનામાં મજૂરી કામ કરતા ગરીબ પરિવારની ઘર વખરી બળીને ખાખ થઈ ચૂકી હતી.
- Advertisement -
જ્યારે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બનતા ગ્રામજનો એકત્ર થયા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સિલિન્ડર ફાટવાની ઘટનામાં સદ નસીબે કોઈ જાનહાનિ ઠાઈની વિગત સામે આવી નથી પરંતુ આ બનાવથી ગરીબ પરિવારની ઘર વખરી બળી જતાં વળતરની માંગ કરાઇ છે.