હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે તા.15ના રોજ રાજ્યની નવી સરકાર શપથ લેશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ શાસનના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.
વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને જ ફરી ભાજપ સુકાન સોંપી રહ્યો છે અને તેમની સાથે 10 થી 11 મંત્રીઓ શપથ લેશે જેમાં નવા ચહેરાને તક મળી જશે તેવા સંકેત છે. ભાજપ આ શપથ વિધિને એક મોટા શો તરીકે દેશ સમક્ષ રજૂ કરશે. રાજ્ય વિધાનસભામાં ભાજપને 49 બેઠકો મળી છે. એક તબકકે મુખ્યમંત્રી બનવા પક્ષના બે કે ત્રણ સીનીયર નેતાઓનો દાવો હતો પરંતુ પક્ષ મોવડી મંડળે સૈનીને ફરી જ મુખ્યમંત્રી બનાવવા નિર્ણય લીધો છે.