હિઝબુલ્લાહ ઘૂંટણિયે?
લેબનને કહ્યું- હિઝબુલ્લાના વડા યુદ્ધવિરામ માટે માની ગયા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઈઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચાર એજન્સી AFPએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલી સેનાએ બુધવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. તેની સાથે વધુ બે લોકો માર્યા ગયા છે.
27 સપ્ટેમ્બરે ઇઝરાયલે રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્યાલય પર 80 ટન બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો હતો. આ હુમલામાં નસરાલ્લાહ ઉપરાંત તેની પુત્રી ઝૈનબનું પણ મોત થયું હતું. ઈઝરાયલ એક સાથે અનેક મોરચે લડી રહ્યું છે. લેબનનમાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ, યમનમાં હુથી બળવાખોરો ઉપરાંત ઈઝરાયલની સેના સીરિયા અને ઈરાનનો સામનો કરી રહી છે.
AFPએ કહ્યું કે તેણે બુધવારે રાત્રે લેબનનના બિન્ત જબલ ગામમાં એક બિલ્ડિંગ પર હવાઈ હુમલો કર્યો. હુમલામાં હિઝબુલ્લાના 15 સભ્યો માર્યા ગયા હતા. ઇઝરાયલે આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. લેબનનથી છોડવામાં આવેલ ડ્રોનને ઇઝરાયલની એરફોર્સે નહારિયાના દરિયાકાંઠે તોડી પાડ્યું છે. આ સિવાય લેબનને ઇઝરાયલના અપર ગેલિલી શહેર પર હુમલો કરવા માટે 25 રોકેટ પણ ઝીંક્યા હતા, જેમાંથી મોટાભાગનાને AFP દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
હિઝબુલ્લાના ચીફના મોત બાદ ઈરાકમાં નવજાત બાળકોના નામ હસન નસરાલ્લાહ રાખવાનું ચલણ વધ્યું છે. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આખા દેશમાં લગભગ 100 બાળકોના નામ ‘નસરાલ્લાહ’ નામથી નોંધાયેલા છે. જેરુસલેમ પોસ્ટ અનુસાર, 27 સપ્ટેમ્બરે ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની અંતિમયાત્રા શુક્રવારે કાઢવામાં આવશે. સ્થળ અને સમય અંગેની માહિતી હજુ મળી નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને ઇઝરાયલના હુમલા પહેલા લેબનનમાંથી ભાગી જવાની ચેતવણી આપી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયલે ઈરાનના ત્રણ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, 17 સપ્ટેમ્બરના પેજર હુમલા બાદ ખામેનીએ નસરાલ્લાહને ઈરાન આવવા માટે એક સંદેશ મોકલ્યો હતો. ખામેનીએ કહ્યું હતું કે હિઝબુલ્લાહની અંદર જ ઇઝરાયલી એજન્ટો છે અને તે તેમને મારવાનો પ્લાન ઘડી રહ્યા છે.
નસરાલ્લાહે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ટોપ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરુશનને બેરુત જઈને હિઝબુલ્લાના વડાને આ સંદેશ પહોંચાડવા કહ્યું હતું. ઇઝરાયલના હુમલામાં IRGC કમાન્ડર પણ માર્યો ગયો હતો. તે સમયે તે નસરાલ્લાહ સાથે હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ખામેની તેહરાનમાં સરકારી ચોકીઓ પર ઈઝરાયલની ઘૂસણખોરી મામલે ખૂબ જ ચિંતિત છે.
- Advertisement -
લેબનીઝ વિદેશ પ્રધાન અબ્દુલ્લા હબીબે સીએનએનને જણાવ્યું હતું કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ 21 દિવસના સીઝફાયર માટે માની ગયા હતા. વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું કે લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરીએ હિઝબુલ્લાના વડા સાથે વાત કરી હતી. આ પછી બેરીએ અમેરિકા અને ફ્રાન્સને કહ્યું કે હિઝબુલ્લાહ યુદ્ધ રોકવા માટે તૈયાર છે.25 સપ્ટેમ્બરે યુએનની બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સીઝફાયરની માંગ કરી હતી. પરંતુ ઇઝરાયલે આ વાતનો ઈન્કાર કર્યો હતો. બે દિવસ પછી, નસરાલ્લાહ દક્ષિણ બૈરુતના શહેરમાં હવાઈ હુમલામાં માર્યો ગયો.