આવક વિભાગે અગાઉ 6 વર્ષ જુના આવકવેરા કેસ રી-ઓપન કરવા અંગેની જોગવાઇમાંં કરેલા સુધારાને માન્ય રાખવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
દેશના 90 હજારથી વધુ કરદાતાઓ માટે આંચકાજનક એક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2021થી આવકવેરા કાનુનમાં જે નવી જોગવાઇઓ કરવામાં આવી છે તે જે તે તારીખથી લાગુ થઇ ગઇ છે અને જુના અને નવા તમામ કેસમાં આ જોગવાઇ અમલમાં આવશે.
- Advertisement -
ગુજરાત સહિતના રાજ્યમાંથી થયેલી ઇપીલમાં સુપ્રિમ કોર્ટે વિવિધ આવકવેરા ટ્રીબ્યુનલ અને હાઇકોર્ટ સહિતના આદેશ સામે થયેલી રીટ અરજીઓ નકારી હતી. દેશમાં કોરોના કાળ દરમિયાન સરકારે આવકવેરા કેસ પુન: ખોલવા અંગે કામચલાઉ રીતે કેટલીક જોગવાઇઓને આગળ વધારી હતી જેના કારણે નવા અને જુના આવકવેરા કાનુન એક બીજા વિરુધ્ધ જોગવાઇ ધરાવતા હોય તેવું બની ગયું હતું.
90 હજારથી વધુ કેસના રી-એસેસમેન્ટ આવતા 10 હજારથી વધુ કરદાતાઓએ અલગ-અલગ ટેક્સ ઓથોરીટી અને હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે તમામ એક સાથે જોડીને સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે કોરોના કાળ સમયે જે જોગવાઇઓ કામ ચલાઉ કરવામાં આવી હતી તે પછી 1 એપ્રિલ 2021થી જે આવકવેરા સુધારા થયા તે જુના અને નવા તમામ રીટર્નમાં લાગુ પડે છે.
નવા રીએસેસમેન્ટ ફ્રેમવર્ક મુજબ આવકવેરા વિભાગ રૂા.50 લાખ કે તેથી વધુના આવકવેરા ચોરીના કેસમાં 11 વર્ષ સુધીના રીટર્ન રી-એસેસમેન્ટ કરી શકાય છે. જ્યારે 50 લાખથી ઓછી રકમમાં આવકવેરા જુદા-જુદા કેસમાં ચાર વર્ષ સુધીના રીટર્નને રી-એસેસમેન્ટ કરી શકે છે. અગાઉ રુા.1 લાખ કે તેથી વધુની કરચોરીના કેસમાં 6 વર્ષ સુધીના પાછલા વર્ષના આવકવેરા રિટર્ન રી-એસેસમેન્ટ કરાવી હતી. જુના અને નવા પ્રોવીઝનમાં આ રીતે એક બીજાથી વિપરીત જોગવાઇ હતી પરંતુ તે ફકત કોવીડકાળને ધ્યાનમાં રાખી કરવામાં આવી હતી. નવા સુધારા મુજબ 90 હજારથી વધુ કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમાં કાનૂની જોગવાઇમાં સુધારા 1 એપ્રિલ-2021 બાદના આવકવેરા રીટર્નમાં લાગુ થઇ શકે તેવી રજૂઆત કરી હતી અને અગાઉના વર્ષના રીટર્ન રી-એસેસમેન્ટ કરવા અંગે કોઇ કાનૂની સુધારાના બદલે આવકવેરા વિભાગે એક રીક્વીટીવ પોતાના આદેશથી જે અમલ કર્યો છે તેને પડકાર્યો હતો. પરંતુ સુપ્રિમ કોર્ટે 31 માર્ચ-2021 બાદ ઇસ્યુ થયેલી તમામ નોટીસો માન્ય રાખી હતી અને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગને આ પ્રકારની સત્તા છે.
- Advertisement -
જેલોમાં જાતિના આધારે કામકાજ સોંપી શકાય નહીં: સુપ્રિમ કોર્ટ
પાકા કામના કેદીઓ તેમની જાતિ આધારિત કામકાજ સોંપવા સામાન્ય રીટ અરજી સ્વીકારી
સવર્ણોને રસોઇ વગેરે બનાવી અને નીચી જાતિઓના કેદીઓને સફાઇ વગેરે સોંપવા ફટકાર
દેશની વિવિધ જેલોમાં બંધ પાકા કામના કેદીઓને તેમની જાતિઓના આધારે કામકાજ સુપ્રત કરવા સામે સર્વોચ્ચ અદાલતે આકરી ભાષામાં ટીકા કરતાં જણાવ્યું હતું કે બંધારણની કલમ-15 મુજબ જેલમાં જાતિ આધારિત ભેદભાવ રાખી શકાય નહીં. ઉત્તર પ્રદેશ, મ.પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત 17 રાજ્યોની જેલોમાં આવતા પાકા કામના કેદીઓ તેઓ જે જાતિના હોય તે મુજબ જેલમાં કામકાજ સોંપાય છે. જેમાં નીચલી જાતિના કેદીઓેને સફાઇ, ઝાડુ સહિતના કામકાજ સુપ્રત થતાં હતા જ્યારે ઉચ્ચ વર્ણનના લોકોને ભોજન તૈયાર કરવા સહિતના કામકાજ અપાતા હતા. જે સંદર્ભમાં થયેલી એક રીટ અરજીમાં સુપ્રિમ કોર્ટે આ પ્રકારની પ્રથા બંધ કરવા અને જેલોમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર તમામને કામકાજ સોંપવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, આ પ્રકારે ભેદભાવ એ બંધારણીય કલમનો ઉલ્લંઘન છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયને ઐતિહાસિક ગણવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડની ખંડપીઠે આ ચૂકાદો આપ્યો છે.