‘અબતક સુરભી રાસોત્સવ’નું ભવ્ય આયોજન
સુપ્રસિદ્ધ ગાયક કલાકારોના સૂરના સથવારે ખેલૈયાઓ હિલોળે ચડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રિને હવે માત્ર ગણ્યા ગાંઠ્યા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘અબતક-સુરભી રાસોત્સવ’નું ભવ્ય આયોજન તા. 3થી શહેરના હાર્દ સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આગામી તા. 3થી સતત નવ દિવસ સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘અબતક સુરભી રાસોત્સવ’ની તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.
જેમ જેમ નવરાત્રિ નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ત્યારે સતત 16 વર્ષથી ‘અબતક સુરભી રાસોત્સવ’નું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક સુરભી’ હરહંમેશ કંઈક ને કંઈક નવું આપવા તત્પર છે ત્યારે આ વર્ષે પણ વિશાળ ગ્રાઉન્ડમાં ખ્યાતનામ કલાકારો રાસની રમઝટમાં ખેલૈયાઓને ઓળઘોળ કરશે. ‘અબતક સુરભી’માં સુપ્રસિદ્ધ ગાયક કલાકારો હેમંત જોશી, હિના હીરાણી અને વિશાલ વરૂ પોતાના સૂર-તાલના સથવારે ખેલૈયાઓને ડોલાવશે. બેનમૂન એમ.આઈ.આર. એન્ટ્રી લાઈટિંગ ગેટની સાથે આકર્ષક થીમ અને એકદમ નવા રંગરૂપ સાથે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે.
- Advertisement -
આ ભવ્ય રાસોત્સવને સફળ બનાવવા આયોજકો વિજય વાળા, ધાર્મિક ચોવટીયા, રવિરાજ વાળા, વિશુ વાળા, અશ્ર્વિન ભુવા, જીગર ભટ્ટ, રાજેશ રાદડીયા, હીરેન અકબરી, જયેશ રાવરાણી, સમીર સોની, પ્રતિક ચાવડા, મેહુલ કેસરીયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.