પ્રમોશન મેળવવા પોતાની સતર્કતા બતાવવા કીમ-કોસંબા વચ્ચે રેલકર્મીએ જ પેડલોક કાઢ્યાનો ઘટસ્ફોટ, ઘટનાને પ્રથમ જોનાર જ આરોપી!
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતના કીમ-કોસંબા વચ્ચે મોટી રેલ દુર્ઘટના કરવાનું કાવતરું નિષ્ફળ ગયા બાદ કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ તપાસ કરી રહી છે. ખાસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નજર પણ આ ઘટના ઉપર છે. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના સૂત્રો અને રેલવેના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પ્રથમ જોનાર રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડ લોક કાઢ્યા હતા. ગઈંઅને સૌથી પ્રથમ સુભાષ ઉપર શંકા ગઈ હતી. કારણ કે, 71 પેડ લોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંક સમયમાં કાઢી શકેએમ નહીં. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા ત્રણ ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. પરંતુ ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજર આવી નહોતી. કોઈપણ ફૂટ પ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટનાસ્થળથી મળી આવી નહોતી. જેથી ગઈંઅને પહેલાથી જ શંકા હતી કે, સુભાષ ખોટું બોલી રહ્યો છે.
આ અંગેની પણ તપાસ હાલ અઝજ અને ગઈંઅ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત કઈઇ અને જઘૠએ ત્રણ શખસની જિલ્લામાંથી અટકાયત કરી તેની પણ પૂછપરછ હાથ ધરી છે.
કીમ- કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારે વહેલી સવારે અપલાઈન ઉપર રેલવે ટ્રેકની પેડલોક (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું હતું. 71 ઊછજ અને બે જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી. પેટ્રોલિંગ કરી રહેલા રેલકર્મી સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાની વાત સુભાષ પોદારે ઉપજાવી કાઢી હતી. બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમણે તાત્કાલિક ટ્રેનને કોસંબા રેલવે સ્ટેશન પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારે રેલવે ટ્રેક પર ત્રણ અજાણ્યા વ્યક્તિની ચહલપહલ જોઈ હોવાની વાત તપાસ દરમિયાન કરી હતી. વહેલી સવારે 5.20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા શખસોને જોતાં તેઓને બૂમો પાડતા તાત્કાલિક ત્યાંથી નાસી છૂટ્યા હતા તેવી પણ વાત તપાસ એજન્સીઓને જણાવી હતી.
- Advertisement -
આ સમગ્ર ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ આ વચ્ચે ઘટનાની ગંભીરતા જોઈ ગઈંઅ અને અઝજની ટીમ તાત્કાલિક કીમ પહોંચી હતી અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. ગઈંઅ અને અઝજ આ રહસ્યને ઉકેલવા પ્રયાસ કર્યો હતો કે, આરોપીઓ પાસે ટેકનિકલ માહિતી કેવી રીતે હતી. કારણ કે, ટ્રેક પર સાધનો તેઓએ તોડ્યા નહોતા. પરંતુ સાધનો કોઈ રેલ કર્મચારીની જેમ એક એક કરીને કાઢ્યા હતા. એજન્સી માની રહી છે કે, આરોપીઓ પાસે આ સાધનો કાઢવા માટે ટેકનિકલ નોલેજ છે કે, કોઈએ તેમને આ બાબતે માર્ગદર્શન આપ્યું હોય તેવી શક્યતા છે. આ દિશામાં પણ એજન્સી તપાસ કરી રહી છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ મામલે સતત નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર રિપોર્ટ મગાવવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે રેલવેના તપાસકર્તા સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સત્તાવાર પુષ્ટી સવારે 5.24 વાગ્યે થઈ હતી, આથી સૌથી પહેલા એ જોવામાં આવી રહ્યું છે કે, આ પહેલા કઈ ટ્રેનો પસાર થઈ હતી. રેલવેને સવારે 5.24 વાગ્યે ફિશ પ્લેટ ખોલવાની માહિતી મળે તે પહેલાં આ ટ્રેનો પસાર થઈ ગઈ હતી. જેમાં 12952 દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસ (કોસંબા-કીમ વચ્ચે સવારે 4.53/4.58 વાગ્યે અપલાઇન પર 130 કિમીની ઝડપે ક્રોસ કરી) અને 14808 ડાઉન દાદર ભગત કી કોઠી (110 કિમી પ્રતિ કલાકની ઝડપે કીમ-કોસંબાથી ડાઉન લાઇન પર સવારે 4.38-4.44 વાગ્યાની વચ્ચે ક્રોસ કરી) છે. આ ટ્રેનોના લોકો પાયલોટને કોઈ શંકાસ્પદ દેખાતું નહોતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 4.38થી સવારે 5 વાગ્યાની વચ્ચે અપ-ડાઉન લાઈનમાં પસાર થયેલી આ ટ્રેનોના લોકો પાયલટને કીમ-કોસંબા વચ્ચેના ટ્રેક પર કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ નથી. આ સમય દરમિયાન આ ટ્રેનો તેમની નિર્ધારિત ગતિએ અહીંથી રવાના થઈ હતી.
ફિશ પ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્કેલ: અનુભવી વ્યક્તિ જ 30 મિનિટમાં બે ફિશ પ્લેટ ખોલી શકે
રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 71 પેડ લોક ખોલવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે, આથી શંકા છે કે, પેડલોક એક પછી એક ખોલવામાં આવ્યા હશે અને આ ટ્રેનો તેમાંથી પસાર થઈ હશે. જ્યારે આ ષડયંત્રની સૌથી મહત્વની ફિશ પ્લેટ સવારે 5 થી 5.20 દરમિયાન બહાર કાઢીને ટ્રેક પર રાખવામાં આવી હશે. પહેલા પેડલોક હટાવવા અંગે શંકા છે. પરંતુ 20 મિનિટમાં ફિશ પ્લેટ સહિત 71 પેડલોક અને નટ્સ ખોલવા એ ખૂબ જ મુશ્ર્કેલ કાર્ય છે. આવી સ્થિતિમાં આ શખસોએ રાત્રે 3 વાગ્યાથી વધુ સમય પછી એક પછી એક લોક ખોલ્યા હશે અને ટ્રેન આવી ત્યારે છૂપાઈ ગયા હશે. જ્યારે તેણે સવારે 5 થી 5.20 વાગ્યાની વચ્ચે ફિશ પ્લેટ ખોલીને તેને ટ્રેક પર રાખી હતી, જે સમયસર ગેંગમેનની નજરમાં આવી હતી. જો અનુભવી વ્યક્તિ અને પર્યાપ્ત સાધનો ઉપલબ્ધ હોય તો જ 30 મિનિટમાં બે ફિશ પ્લેટ ખોલી શકાય છે. આ ઘટનામાં એક કિમીના અંતરે બે ફિશ પ્લેટ અને 78 પેડલોક દૂર કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિમાં એક કલાક જેટલો સમય લાગી શકે છે. ટ્રેક પર આટલો લાંબો સમય કામ કરવું શક્ય નથી. આથી આ કામ ટૂંક સમયમાં જ થઈ જાય તેવી શક્યતા છે.