બાળકો, વિદ્યાર્થીઓએ ડાન્સ, સ્કેટિંગ યોગા સાથે હજારો લોકોએ આનંદ માણ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ મહાનગર પાલિકા, કે.જે.કેન્સર હોસ્પિટલ. પોલીસ વિભાગ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે હેપી સ્ટ્રીટનું ભવ્ય આયોજન ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધી હેપી સ્ટ્રીટ અન્વયે કમિશનર ડો.ઓમ પ્રકાશ, ધારાસભ્ય સંજય કોરડીયા, પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા, નરસિંહ મેહતા યુનિ.કુલપતી ડો.પ્રો.ચેતન ત્રિવેદી, કે.જે.હોસ્પિટલના ડાયરેક્ટર ભાવિન છત્રાળા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ડો.પિયુષ બોરખતરીયા, ખાખી મઢીના મહંત સુખરામબાપુ સહીતની સંસ્થાના આગેવાનોની ઉપસ્થિતિમાં હેપી સ્ટ્રીટના આયોજનમાં વિદ્યાર્થીઓ અને વડીલોએ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને ભવ્ય રેલી યોજાય હતી.
- Advertisement -
આ હેપી સ્ટ્રીટના માધ્યમથી અનેરા ઉત્સાહ સાથે સાંસ્કૃતિક કાર્યર્કમ સાથે સ્વચ્છતા નાટક, યોગા, મ્યુઝિક ડાન્સ, ગરબા, ધમાલ ગલી, ડ્રોઈંગ કોમ્પિટિશન, પોલીસ બેન્ડ, સ્કેટિંગ ડાન્સ સહીત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગ દ્વારા મારુ જૂનાગઢ નશા મુક્ત જૂનાગઢ સાથે યુવાનોમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ સામે જાગૃતત્તા આવે તેવા પણ પ્રયાસો કરાયા હતા તેમજ સિનિયર સીટીઝન સાથે અંધજન મંડળ અને રોટરી કલબ તથા વિવિધ શાળા – કોલેજ તેમજ વિકલાંગ બાળકોની સંસ્થાના બાળકો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમમાં તારક મેહતા કે ઉલ્ટા ચશ્માંના સુંદરલાલ – મયુર વાકાણી ઉપસ્થિત રહીને હેપી સ્ટ્રીટમાં જોડાયેલ તમામ લોકોમાં ઉત્સાહ વધાર્યો હતો.