બંને ગામોના અત્યારે 40થી
વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતા સરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કેશાજી રાણા (રહે. જવાહર નગર) બંને યુવાનો ભારતીય ફોજની અંદર દેશની સેવા કાજે એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માંદરે વતન કુંતા સરી ગામ અને જવાહર નગર ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ બંને ગામોના અત્યારે 40થી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે. આ પ્રસંગે ડીજેને તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી.
- Advertisement -
ભારતીય ફોજમાં દેશની રક્ષાકાજે જોડાયેલા બંને યુવાનો ભૂલથી વર્ષા કરી અભિનંદન પાઠવ્યા હતા. દેશની રક્ષા કરી દેશને ગૌરવ અપાવા ભારતીય ફોજમાં જોડાયેલા બંને યુવાનોને ભવ્ય ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે પાસીનગ પરેડ પૂરી કરી બંને ફુવાનો સંતોષભાઈ ગણેશભાઈ રાણા ભીલ (રહે કુંતા) શ્રીગામ અને અભિષેક ભાઈ કેશાજી રાણા ભીલ (રહે. જવાહર નગર) બંને યુવાનો આજરોજ સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.