નવરાત્રિ એટલે 9 દિવસ, સહિયર એટલે 10 દિવસ
સુરેન્દ્રસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્નસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ સહિતના આયોજકોએ ખાસ-ખબર કાર્યાલયની મુલાકાત લઇને આયોજન અંગેની વિગતો આપી હતી.
- Advertisement -
સતત 24માં વર્ષે સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સહિયર ક્લબ દ્વારા સતત 24માં વર્ષે ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન તા. 3થી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સહિયરના સથવારે ઝૂમી ઉઠશે. ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ સાથે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ ગાયક કલાકાર રાહુલ મહેતા, અપેક્ષા પંડ્યા અને તેજસ શીશાંગીયા ખેલૈયાઓને પોતાના સૂરના સથવારે ઝુમાવશે. સફળતાનું 24મું શિખર સર્જવા ટીમ સહિયરની પ્રતિબદ્ધતા સાથે જાજરમાન આયોજનની જાહેરાત કરતાં ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા- ‘બી રેડી ફોર બેસ્ટ નવરાત્રિ’ સહિયર-2024નું આયોજન કરવામાં આવ્યું છે.
સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, સફળતા મળ્યા બાદ જાળવવી પણ કપરી હોય છે. આ બંને વિચાર સારી રીતે જીવનમાં ઉતારી સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા 23 વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સંપૂર્ણ નિષ્ઠાથી સહિયર રાસોત્સવની સફળતા માટે કટિબદ્ધ છે. સહિયર ક્લબની સફળતા અને લોકોનો સાથ-સહકાર મળ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર રાસોત્સવ માટે મોકળાશથી રમી શકાય તેવું વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર આયોજન કરવામાં આવે છે. જાજરમાન આગમન દ્વારથી પ્રવેશો એટલે દિવસના અજવાળાની પ્રતીતિ સાથે સહિયર એક અલગ જ દુનિયામાં પ્રવેશવાની પ્રતીતિ કરાવે છે. આ વર્ષે વિશેષતામાં ઉમેરો કરતાં સહિયરમાં ફૂડ ઝોનમાં રાસોત્સવ પછી લાઈવ બોલીવુડ જેમીંગથી ‘ફૂડ વીથ મ્યુઝિક’નો કોન્સેપ્ટ શરૂ થશે.
- Advertisement -
સહિયર રાસોત્સવને સફળ બનાવવા સહિયરના ચેરમેન તથા રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે આયોજકો યશપાલસિંહ જાડેજા, ચંદુભા પરમાર, ક્રિષ્નસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે. પાસ મેળવવા 312, ત્રીજો માળ, સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ ખાતે સંપર્ક કરી શકાશે. વધુ માહિતી માટે મો. 8980021321 પર સંપર્ક કરી શકાશે.