જેલવાસ ભોગવીને આવેલા પિતા-પુત્રના ઘર પર ફાયરિંગ પણ થયું હતું!
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતું ગેરકાયદે ખનન હવે લોહિયાળ બનતું નજરે પાડ્યું છે જેમાં હાલમાંજ સાયલા તાલુકાનાં સુદામડા ગામે ખનિજ પ્રકરણ મુદ્દે પરિવાર પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. સુદામડા ગામે રહેતા અને અગાઉ ખનિજ ખોદકામ અંગે દરોડામાં 200 કરોડથી વધુનો દંડ ફટકારી સોતાજ યાદવ અને તેના પુત્ર કુલદીપ યાદવ જેલવાસ ભોગવી બહાર આવતા જ રાત્રીના સમયે કેટલાક ઈસમો દ્વારા ઘર પર ફાયરિંગ કરતાં જિલ્લાભરની પોલીસ સુદામડા ગામે દોડી ગઈ હતી
- Advertisement -
ત્યારે જેના ઘર પરિવાર પર ફાયરિંગ થયું તે સોતાજ યાદવ તેના પુત્ર કુલદીપ યાદવ સહિત કુલ ચાર શખ્સો વિરૂદ્ધ સાયલા પોલીસ સ્ટેશને લેન્ડ લેન્ડ ગ્રેબિંગ મુજબની ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી દક્ષાબેન પોલાભાઈ બસુપ્યા દ્વારા પોતાની ખેતી લાયક જમીન સર્વે નબર 1482 તથા 1483 પર બિન અધિકૃત કબ્જો કરી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચલાવતા હોવાની જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ હતી જે અંગે જિલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ મુજબની ફરિયાદ કરવા હુકમ કરતાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોતાજ હરિસિંહ યાદવ, કુલદીપ સોતાજભાઈ યાદવ, ભરત સર્દુલભાઈ વાળા, ગભરુ ઉર્ફે મોગલ સંગ્રામભાઈ સાંબડ રહે: તમામ સુદામડા વાળા વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.