ભય-ભૂખ-ભ્રષ્ટાચાર નારાના ભાજપ નેતાઓ પર ગંભીર આક્ષેપો
ભાજપ જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપોને પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા
- Advertisement -
જિલ્લા ભાજપ કાર્યાલય ગેરકાયદે હશે તો ઈમ્પેક્ટ ફી ભરી દેશું: જિલ્લા પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
માણાવદર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા એક પછી એક લેટર બોંબ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપો કરીને ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.જેમાં જવાહર ચાવડાના ત્રીજા લેટરમાં ભાજપ જિલ્લા પ્રમુખ આણી મંડળીની પક્ષ વિરોધી પ્રવૃત્તિ ખુલી પાડ્યાનો ઉલ્લેખ સાથે 26 એપ્રિલ 2019માં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલો પત્ર વાઇરલ કર્યો છે.જયારે આ પત્રમાં લખ્યું છે કે, 2017માં કોંગ્રેસમાં હતો ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે અને તેમની આણી મંડીલીએ મને જીતાડ્યો હતો અને 2022માં હું ભાજપમાં હતો ત્યારે મને હરાવ્યો ! ! આમ કિરીટ પટેલે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું હોય તેમ છતાં તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે હોદાઓ ભોગવી રહ્યા છે.અને તેમની સામે કાર્યવાહી કરવાની અત્યંત જરૂર છે. જૂનાગઢ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે ભાજપ પ્રમુખ પર લાગેલા આક્ષેપો બાબતે મિડીયા સમક્ષ ચર્ચા કરતા જણાવ્યુ હતુ કે, મારી પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં તેણે વાત કરતા જણાવ્યુ હતુ કે, જિલ્લા ભાજપ કાર્યાલયની વિકાસની પરવાનગી છે પહેલા મેઇન રોડ નેશનલ હાઇવે પર હતો આજે ટીપીમાં છે જેને અનુલક્ષી કદાચ કાંઇ ત્રણ-ચાર પગથિયા એમા આવતા હશે તો સરકારની ઇમ્પેકટ ફી ભરવાની અમારી તૈયારી છે. તેમજ ભાજપના કાર્યકરોના આ મંદિર સામે જે કોઇએ આ વાત કરી છે તે પાયાવિહોણી છે. જ્યારે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે જવાહર ચાવડા સામે સિસ્ત ભંગની કાર્યવાહી કરશો એવા સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે, દરેક નાની મોટી ચૂંટણીઓમાં આવી રજૂઆતો થતી જ હોય છે.
તમામ કાર્યવાહી પ્રદેશ કક્ષાએથી થતી હોય છે. જ્યારે જવાહર ચાવડાના 2017 અને 19ના પત્ર અંગે હું કંઇ જ કહેવા માંગતો નથી અને અમે પાર્ટીનો વિશ્ર્વાસ સંપાદિત કરેલ છે. અમારે બીજા ત્રીજાનો વિશ્ર્વાસ સંપાદન કરવાની જરૂર નથી. આવા જવાહર ચાવડાના અનેક આક્ષેપોના જવાબ સાથે મિડીયા સમક્ષ પોતાનુ પક્ષ રજૂ કર્યો હતો. કનુભાઇ ભાલાળા, ઠાકરશીભાઇ જાવીયા, માધાભાઇ બોરીચાએ કરેલી ફરિયાદ અંગે જવાબ વાળતા જિલ્લા પ્રમુખએક રીતે તો કોંગ્રેસના પરિવારને ભાંડતા રહેતા ભાજપ નેતાઓની જ બોલતી બંધ થઇ જાય એવુ બોલી પડ્યા હતા. તેમણે વર્ણવ્યુ હતુ કે, ઠાકરશીભાઇના પુત્રવધુને જિલ્લા પંચાયતની ટિકિટ આપી સમિતિના ચેરપર્સન બનાવ્યા છે, માધાભાઇ બોરીચાના પુત્રને જિલ્લા પંચાયતમાં કોપ્ટ સભ્ય બનાવ્યા છે. જયારે કનુભાઇને પિતાતુલ્ય ગણાવી તેમણે વ્યક્તિગત નહીં પરંતુ એક વ્યક્તિ એક હોદો અંગે રજૂઆત કરી હતી. તેમની ઉંમરના કારણે મીટીંગોમાં હમણા ઓછા આવે છે.એક તરફ રાજકારણમાં ભાજપ પરિવારનો વિરોધ કરી રહ્યુ છે, તો બીજી તરફ ભાજપમાં કેટલી હદે પરિવારવાદ ચાલે છે તેનો હવે ખુદ કિરીટ પટેલ ખુલાસો કરી બેઠા છે.
- Advertisement -
ભાજપના પાયાના પથ્થર કડવાભાઇ દોમડીયા જિલ્લા પ્રમુખ પર લાલઘુમ
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ભાજપની ઘોર ખોદી છે તેણે જૂનાગઢ મોર્કટીંગ યાર્ડ અને જિલ્લા સહકારી બેંકની ભરતીમાં એક-એક વ્યક્તિ માટે 20-20 લાખ રૂપિયા લઇ કુલ 8 થી 10 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે એવો ખુલ્લો આક્ષેપ જૂનાગઢ તાલુકાના વડાલ ગામના એક વયોવૃદ્ધ ભાજપ કાર્યકર્તા કડવાભાઇ દોમડીયાએ કર્યો છે. જો કે, આ આક્ષેપ અંગે કિરીટ પટેલે એવો જવાબ આપ્યો હતો કે, તેમની ઉંમર થઇ ગઇ છે યાર્ડ અને બેંકની ભરતી લીગલીજ થઇ છે.