તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આરોગ્ય, ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. સાથે જ પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન પિતૃ સ્તોત્રનો પાઠ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
પિતૃ પક્ષના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો ધરતી પર આવીને પરિવારજનોના દુઃખ દૂર કરે છે અને આશીર્વાદ આપે છે. જ્યોતિષ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ દિવસોમાં તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે.
- Advertisement -
એવું કહેવાય છે કે તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેઓ સંતાન, આરોગ્ય, ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. શાસ્ત્રોમાં મનુષ્યનો જન્મ થતાંની સાથે જ ત્રણ ઋણનું વર્ણન કરવામાં આવ્યું છે – દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધ દ્વારા પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે.
જ્યોતિષશાસ્ત્રમાં પિતૃ પક્ષના સમયગાળા દરમિયાન પિતૃ સ્તોત્રનો પાઠ કરવાનું પણ કહેવામાં આવ્યું છે, કારણ કે આ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જેમની કુંડળીમાં પિતૃદોષ હોય તેઓ તેનો પાઠ કરવાથી રાહત મેળવી શકે છે.
पितृ स्त्रोत…
- Advertisement -
अर्चितानाममूर्तानां पितृणां दीप्ततेजसाम् ।
नमस्यामि सदा तेषां ध्यानिनां दिव्यचक्षुषाम् ।।
इन्द्रादीनां च नेतारो दक्षमारीचयोस्तथा ।
सप्तर्षीणां तथान्येषां तान् नमस्यामि कामदान् । ।
मन्वादीनां च नेतार: सूर्याचन्दमसोस्तथा ।
तान् नमस्यामहं सर्वान् पितृनप्युदधावपि ।।
नक्षत्राणां ग्रहाणां च वाय्वग्न्योर्नभसस्तथा ।
द्यावापृथिवोव्योश्च तथा नमस्यामि कृताञ्जलि: ।।
देवर्षीणां जनितृंश्च सर्वलोकनमस्कृतान् ।
अक्षय्यस्य सदा दातृन् नमस्येहं कृताञ्जलि: ।।
प्रजापते: कश्पाय सोमाय वरुणाय च ।
योगेश्वरेभ्यश्च सदा नमस्यामि कृताञ्जलि: ।।
नमो गणेभ्य: सप्तभ्यस्तथा लोकेषु सप्तसु ।
स्वयम्भुवे नमस्यामि ब्रह्मणे योगचक्षुषे ।।
सोमाधारान् पितृगणान् योगमूर्तिधरांस्तथा ।
नमस्यामि तथा सोमं पितरं जगतामहम् ।।
अग्रिरूपांस्तथैवान्यान् नमस्यामि पितृनहम् ।
अग्रीषोममयं विश्वं यत एतदशेषत: ।।
ये तु तेजसि ये चैते सोमसूर्याग्रिमूर्तय: ।
जगत्स्वरूपिणश्चैव तथा ब्रह्मस्वरूपिण: ।।
तेभ्योखिलेभ्यो योगिभ्य: पितृभ्यो यतामनस: ।
नमो नमो नमस्तेस्तु प्रसीदन्तु स्वधाभुज ।।
(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)