શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપી તપાસ શરૂ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્યભરમાં ચાલી રહેલા ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભાજપના ચૂંટાયેલા સભ્યો અને હોદ્દેદારોને નવા સદસ્ય બનાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે ટાર્ગેટ પૂર્ણ કરવા કેટલાક કાર્યકરો દ્વારા સ્કૂલમાં શરન લીધું હતું જેમાં અણીન્દ્રા ગામની કુ.એમ.આર ગાર્ડી વિદ્યાલય દ્વારા પોતાની સ્કૂલના વોટસઅપ ગ્રુપમાં તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત મોબાઇલ સ્કૂલે લઇ આવવા શિક્ષક દ્વારા મેસેજ છોડ્યો હતો જે બાદ બીજા દિવસે વિદ્યાર્થીઓ મોબાઇલ લઈને જતા અહી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે સ્કૂલ સંચાલકો દ્વારા ભાજપ સદસ્યતા અભિયાન શરૂ કરી કેટલાય વિદ્યાર્થીઓને સદસ્ય બનાવ્યા હતા
- Advertisement -
જ્યારે આ મામલે “ખાસ-ખબર” દ્વારા સૌ પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્રની આંખ ઊઘડી હતી જોકે પહેલા તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા “કોઈ રજૂઆત આવે તો કાર્યવાહી કરશે” તેમ જણાવ્યું હતું પરંતુ બાદમાં મુદ્દો વધુ ગંભીર બનતા અંતે સ્કૂલના સંચાલકને નોટિસ પાઠવી તપાસ આદરી છે. આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ સ્કૂલો પણ નોટિસ પાઠવી વિદ્યાર્થીઓને આ પ્રકારના અભિયાનમાં નહિ જોડવા અંગે સ્પષ્ટ સૂચનો પણ આપ્યા હતા.