લે બોલો: રાજુલા શહેરમાં અનેક માર્ગ પર ખાડાંઓથી રાહદારીઓ ત્રાહીમામ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં વિકાસના નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. અને છેલ્લા ઘણા સમયથી માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયેલ છે. અનેક વિસ્તારમાં માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. રાજુલા શહેરના એસટી બસ સ્ટેશન નજીક, સવિતાનગર રોડ, ભેરાઇ રોડ, ડો. મુછડીયા દવાખાના પાસે, હઠીલા હનુમાનજી મંદિર માર્ગ સહિત અનેક વિસ્તારોમાં જ્યા જુઓ ત્યાં માર્ગ પર ખાડાઓ પડેલ જોવા મળે છે.તેમજ ખાડાઓમાં વરસાદનુ પાણી ભરાય ગયા છે જેથી લોકોને ખાડાઓના સામ્રાજ્ય માંથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. હાલમાં ગણેશ મહોત્સવ પર્વ ચાલી રહ્યો છે. અને શહેરીજમાં ગણેશજીના દર્શનાર્થે લોકોની અવરજવર રહેતી હોય છે. અને આવી જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. જોકે આવી શહેરની હાલાકીના કારણે લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે.
- Advertisement -
વિકાસના વંચિતથી ખદબદી રહ્યુ છે. મહત્વની વાત એ છે કે, તંત્ર પણ ગંભીરતા ન લેતુ હોય તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. બીજીતરફ સ્થાનિક સત્તાધીશોએ પણ શહેરજનોની પડતી હાલાકી અંગે પરિસ્થિતિનો તાગ મેળવવો જોઇએ. અને થોડા દિવસ પહેલા પણ શહેરના બિસ્માર માર્ગ હોવાનો અહેવાલ પ્રિન્ટ મિડિયામા પ્રસિદ્ધ કર્યો હતો. છતાંપણ આજદિન સુધી એકપણ માર્ગની મારામત કરાઇ નથી. આખરે હવે તંત્ર આ બાબતે ગંભીરતા રાખીને તાકીદે શહેરમાં પડેલા ખાડાઓની મારામત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બીજીતરફ અમુક વિસ્તારોમાં પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. જેથી બંધ પડેલ સ્ટ્રીટ લાઇટ શરૂ કરાવો. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે ખાડાઓની મારામત થશે કે નહી તેમજ સ્ટ્રીટ લાઇટો બંધ પડેલ શરૂ કરાશે કે કેમ તે આવનારો સમયે બતાવશે..