જૂનાગઢમાં 150 વધુ જગ્યા પર ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન
શહેરમાં વિવિધ મંડળો દ્વારા શ્રીગણેશ પંડાલોમાં પૂજન અર્ચન
મનપા દ્વારા ભવનાથ ખાતે મૂર્તિ માટે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
- Advertisement -
સમગ્ર દેશ ભરમાં ગણેશ મહોત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ છે ત્યારે આજથી ગણેશ ચતુર્થીના પર્વે દુંદાળા દેવાનું આગમન થઇ ગયું છે અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.તેમાં જૂનાગઢ શહેરમાં 150 વધુ જગ્યાએ ગણેશ મહોત્સ્વનું આયોજન વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા કરવામાં આવ્યું છે આજે શુભ મુહર્તમાં ભગવાન ગણેશજીની સ્થાપના વાજતે ગાજતે કરવામાં આવી છે.અને સતત 11 દિવસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પંડાલો નાખવામાં આવ્યા છે.જેમાં ધાર્મિક પૂજન અર્ચન સાથે શ્રીગણેશ ભગવાન સ્થાપના કરવામાં આવી છે અને રોજ સવાર સાંજ આરતી સાથે પ્રસાદ અને ધાર્મિક કાર્યક્રોમો યોજવામાં આવશે. આજથી ગણેશ ચતુર્થીના પાવન દિવસે શુભ મુહુર્તમાં અબીલ ગુલાલની છોળ અને વાજતે ગાજતે, મહોલ્લાઓ, ઘેર ઘેર ગણપતિનું ધામધૂમ પૂર્વક સ્થાપના કરવામાં આવ્યુ છે. શહેરમાં સેવભાવી સંસ્થાઓ, વેપારીઓ એસોસીએશન, યુવક મંડળ અને સોસાયટી વિસ્તારોમાં 150થી વધુ સ્થળોએ લાઇટીંગ, અવનવી કલાકૃતિ અને છબીઓ ધરાવતા પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. શ્રીજીના દર્શન માટ દરરોજ હજારો ભાવિકો ઉમટી પડશે.
ત્યારે ગિરનારી ગણેશ સ્થાપના દ્વારા આજરોજ ધારાસભ્ય સંજય કોરડીયા અને લોક સહિત્યકાર રાજભા ગઢવી સહિતના સામાજીક આગેવાનો અને કાર્યકરો દ્વારા ઝાંસી રાણી સર્કલ ખાતે વિશાળ પંડાલમાં ગણપતિ દાદાનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યુ હતુ અને ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન સાથે મહાઆરતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રઘ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગિરનારી ગણેશ સ્થાપના ગૃપ દ્વારા ગણપતિ મહોત્સવ નિમિતે સેવાકીય કાર્યો સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે. 10 દિવસ સુધી રાત્રે ભજન કીર્તન, અવનવા ધાર્મિક કાર્યક્રમો, ગરબા, નાટક, ગણેશ યાગ, સુંદરકાંડ હનુમાન ચાલીસા પાઠ, ડાયરો, રમત ગમત, બ્લડ ડોનેશન, ધૂન સહિતના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 10 દિવસ સુધી જિલ્લામાં ગણપતિ બાપા મોરિયા- ઘીના લાડુ ચોર્યાના નાદ સાથે સામૂહિક આરતી અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવના આયોજન અંતર્ગત જિલ્લામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
ભવનાથ ખાતે મૂર્તિ વિસર્જન માટે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ
જૂનાગઢ મનપા દ્વારા આજથી ગણેશ મહોત્સવ નીમીતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો છે જેમાં દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડમાં અંદાજિત 2500 જેટલી ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ત્યારે શ્રઘ્ધાળુઓની ધાર્મીક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજકો મંડળો વગેરેએ ગણેશજીની સ્થાપના પુર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવનાથ ખાતે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ મહાદેવગિરી બાપુ, મહાદેવગિરિ ભારતી બાપુ, દેવુંબાપુ વિજય આશ્રમ ભવનાથ, કિશનદાસ બાપુ રામ ટેકરી સહિતના સાધુ સંતો દ્વારા મૃગી કુંડ, નારાયણ ધરો, દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના ત્રીવેણી સંગમના જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે મૂર્તિ વિસર્જન માટે કુંડનો પ્રારંભ કરવામાં આવલ આતકે મનપા કમિશનર ડો.ઓમપ્રકાશ, આસિ.કમિશનર જયેશ વાજા, કલ્પેશ ટોલીયા સહિતની ઉપસ્થિતિમાં શરુ કરવામાં આવ્યો છે.ત્યારે ગણેશ ભગવાનની મૂર્તિ વિસર્જન માટે ભવનાથ તળેટી દુધેશ્વર જગ્યા ખાતે બનાવામાં આવેલ અસ્થાયી વિસર્જન કુંડમાં મૂર્તિ વિસર્જન કરવામાં આવે પર્યાવરણનું જતન કરીયે તેવી અપીલ કરવામાં આવી છે.