મધ્યપ્રદેશના ઈંદૌર જિલ્લામાં ભગવાન ગણેશનું એક એવું મંદિર સ્થિત છે, જ્યાં ગણપતી બાપ્પા પોતાના પરિવારની સાથે બિરાજમાન છે. આ મંદિરમાં ગણપતી પોતાની 5 પત્નીઓ 2 પુત્ર અને 2 પૌત્ર સાથે બિરાજમાન છે.
ભારતમાં ભગવાન ગણેશના અનેક મંદિર છે. દરેક મંદિર પોતાના ચમત્કારોના કારણે દેશ દુનિયામાં પ્રસિદ્ધ છે. પ્રથમ પુજનિય ગણપતીનું આ એક એવું મંદિર છે જ્યાં તે પોતાની પાંચ પત્નીઓની સાથે સાથે બન્ને પુત્ર અને પૌત્રની સાથે બિરાજમાન છે. માનવામાં આવી રહ્યું છે કે આ ગણપતિનું એક`માત્ર મંદિર છે જ્યાં તે પોતાના આખા પરિવાર સાથે હાજર છે.
- Advertisement -
પરિવાર સાથે બિરાજમાન છે ગણપતિ બાપ્પા
ઈંદોર શહેરના પશ્ચિમ ક્ષેત્રના વિદ્યાધામમાં ફેમસ ગણેશ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન ગણેશ પોતાની પાંચ પત્નીઓ રિદ્ધિ, સિદ્ધિ, તુષ્ટિ, પુષ્ટિ, શ્રી, 2 પુત્ર લાભ અને શુભ, 2 પૌત્ર આમોદ અને પ્રમોદ સાથે બિરાજમાન છે.
ક્યારે થયું હતું નિર્માણ
- Advertisement -
માન્યતા અનુસાર વર્ષ 1995માં વિદ્યાધામ જ્યારે બન્યું હતું ત્યારે આ જગ્યા પર સ્થિત 14 મંદિરમાં એક ભગવાન ગણેશના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સ્થાનની સ્થાપના સ્વ. મહામંડલેશ્વર ગિરજાનંદ સરસ્વતીએ કરી હતી.
ગણેશ ઉત્સવ માટે ખાસ
ગણેશ ઉત્સવ વખતે આ મંદિરમાં રોજ કોઈને કોઈ અનુષ્ઠાન થાય છે. તેમાં 108 ગણપતિ અથર્વશીર્ષના પાઠ ઉપરાંત 1100 લાડવાનો ભોગ લગાવવો સૌથી ખાસ માનવામાં આવે છે.