નગરપાલિકા ચીફ ઑફિસરને લેખિત રજૂઆત કરતાં કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિના ચેરમેન
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
- Advertisement -
સાવરકુંડલા ખાતે આવેલ વોર્ડ નંબર 8 ના જેસર રોડ, ઉપર નંદીગ્રામ સોસાયટી પાસે અવાર નવાર ગટરનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસુભાઈ બગડા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને આ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ કરવા લેખિત રજૂઆત કરવામાં આવેલ. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નંદી ગ્રામ સોસાયટીમાં અવારનવાર ગટર ઉભરાય છે અને નગરપાલિકા દ્વારા મનઘડત રીતે ખોદકામ કરી પ્રશ્નનું નિરાકરણ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરવામાં આવે છે.
આના કારણે આ વિસ્તારના રહેવાસીઓને તેમજ રાહદારીઓને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવી આ વિસ્તારના રહેવાસીઓને પ્રાથમિક સુવિધા મળી રહે તેમજ અવાર નવાર પડતી મુશ્કેલીમાંથી મુક્ત કરી નગરપાલિકાને આર્થિક નુકશાન પણ ન થાય તેવી રીતે આ ગટરનાં કામનો ત્વરિત નિરાકરણ કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ બગડા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.