ધરપકડને બદલે ગાર્ડ ઓફ ઑનરથી સન્માન: ICCના વોરંટને પણ ઘોળીને પી ગયા
ખાસ-ખબર ન્યૂઝ મંગોલિયા, તા.4
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે મંગોલિયા પહોંચ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટએ મોંગોલિયન સરકારને પુતિનની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
ICCના આદેશને અવગણીને રાજધાની ઉલનબાતારમાં પુતિનનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ચંગીઝ ખાનના સ્મારકને મંગોલિયા અને રશિયાના ધ્વજથી રંગવામાં આવ્યું હતું. જોકે, કેટલાક માનવાધિકાર સમર્થકો પણ એરપોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ સરકારે તેમનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી ન હતી. વિદેશ મંત્રી બટમુંખ બત્સેત્સેગ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
ICCએ પુતિનની ધરપકડનો આદેશ આપ્યો હતો
યુક્રેને કહ્યું- આ માટે મંગોલિયાને સજા મળશે
- Advertisement -
મંગોલિયા ઈંઈઈનો સભ્ય દેશ છે. ICCએ માર્ચ 2023માં પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પુતિન પર યુક્રેનમાં બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના આરોપમાં વોર ક્રાઈમનો આરોપ હતો. ICCએ મોંગોલિયન સરકારને પુતિનની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. વોરંટ જારી થયા બાદ પુતિન 12 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં ચીન, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા અને ઞઅઊ જેવા દેશોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી પુતિન આઈસીસીના સભ્ય એવા કોઈપણ દેશમાં પ્રવાસ કરવાનું ટાળતા હતા. જો કે, રાષ્ટ્રપતિ પુતિનના સ્વાગતને જોતા સ્પષ્ટ લાગે છે કે મંગોલિયાએ ICCના આદેશની અવગણના કરી છે. યુક્રેને પુતિનની મંગોલિયા મુલાકાતની ટીકા કરી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે મંગોલિયાએ એક વોર ક્રિમિનલને બચવાની તક આપી છે. મંગોલિયાએ આની કિંમત ચૂકવવી પડશે. યુક્રેન, તેના સહયોગીઓ સાથે, આ માટે ચોક્કસપણે મંગોલિયાને સજા કરશે. પુતિન મંગળવારે રાષ્ટ્રપતિ ઉખના ખુરેલસુખને મળશે. બંને નેતાઓ 1939માં જાપાની દળો પર સોવિયેત અને મંગોલ સૈનિકોની જીતના 85 વર્ષ પૂરા થવાના પ્રસંગમાં હાજરી આપશે.
મંગોલિયા રશિયા પર ખૂબ નિર્ભર છે
મંગોલિયા રશિયા પાસેથી ઓઈલ અને વીજળી ખરીદે છે
પુતિનની મુલાકાત પહેલા ICC એ કહ્યું હતું કે મંગોલિયા પુતિનની ધરપકડ કરવા માટે બંધાયેલા છે પરંતુ તે રશિયા પર ખૂબ જ નિર્ભર છે, તેથી તેની ધરપકડની શક્યતા ઘણી ઓછી છે. રિપોર્ટમાં તેને પુતિનની સાંકેતિક જીત ગણાવી છે. રશિયાના નિષ્ણાત એલેક્ઝાન્ડર ગબુએવે કહ્યું કે પુતિનની મુલાકાતનો અર્થ એ છે કે મંગોલિયાને ICC કરતાં રશિયાની વધુ જરૂર છે. મંગોલિયાએ 22 વર્ષ પહેલા ICCના કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો હવે કોઈ અર્થ નથી. ICC પાસે કોઈની ધરપકડ કરવાની સત્તા નથી અને તે તેના આદેશોને અમલમાં મૂકવા માટે તેના સભ્ય દેશો પર આધાર રાખે છે. ભારત, ચીન, તુર્કી, પાકિસ્તાન, રશિયા સહિતના ઘણા મોટા દેશો ICCના સભ્ય નથી, તેથી તેઓ તેના આદેશોનું પાલન કરતા નથી. મંગોલિયા રશિયા અને ચીન વચ્ચે આવેલું છે. મંગોલિયાના બંને દેશો સાથે સારા સંબંધો છે. મંગોલિયા ઓઈલ અને વીજળી માટે રશિયા પર અને બીજી ઘણી વસ્તુઓ માટે ચીન પર ખૂબ નિર્ભર છે. સોવિયત સંઘ દરમિયાન, મંગોલિયાના સંબંધો ફક્ત રશિયા સાથે હતા. 1991માં સોવિયેત સંઘ તૂટ્યું ત્યારે મંગોલિયાએ પણ ચીન સાથે સંબંધો સ્થાપ્યા. તે બંને પક્ષો સાથે સંતુલન જાળવવામાં માને છે. પુતિનની મુલાકાત પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન અને તત્કાલીન બ્રિટિશ વિદેશ મંત્રી કેમરૂન મંગોલિયા પહોંચી ગયા છે.