રોકડિયા સર્કલથી જડેશ્વર બ્રિજ સુધીના દબાણ હટાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યભરમાં હાઇકોર્ટના આદેશ બાદ ઠેર ઠેર જાહેરમાં થયેલા દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી હતી ત્યારે ધ્રાંગધ્રા ખાતે જાહેર માર્ગો પરના દબાણ હટાવવામાં નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શહેરના રોકડીયા સર્કલથી લઈને જડેશ્વર બ્રિજ સુધી માર્ગની બંને સાઈડ થયેલ દબાણ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટરને પણ ધ્યાન દોર્યું હતું
- Advertisement -
જેથી જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક નગરપાલિકાને દબાણ હટાવવા આદેશ કર્યા હતા. જે આદેશ બાદ ધ્રાંગધ્રા નગરપાલિકા તંત્ર દ્વારા ગઈ કાલે પોલીસ પ્રોટેક્શન સાથે રોકડીયા સર્કલથી જડેશ્વર બ્રિજ સુધી રોડની બંને સાઈડમાં દબાણો દૂર કરવા જે.સી.બી મશીન સહિતનો કાફલો લઇ કામગીરી હાથ ધરી હતી. જોકે કેટલાક દબાણકર્તાઓ દ્વારા દબાણ યથાવત રાખવાના લીધે આજે બીજા દિવસે પણ તંત્રે શહેરી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ રાખતા જાહેરમાર્ગો પર ગેરકાયદેસર ખડકી દીધેલ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.