સ્થાનિક પોલીસના હાથે ઝડપાયેલ સાત શખ્સોએ 13 ગુનાઓ કબુલ્યા
ઝડપાયેલ મુદ્દામાલ: એક બજાજ કંપનીનું બાઈક, એક CNG રિક્ષા, મોબાઇલ નંગ 4, 38 કિલો કોપરનો વાયર, 80 કિલો કોપર તથા કોયલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરી, લૂંટ, પશું ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બનતી નજરે પાડી રહી છે તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ટ્રાન્સફોર્મર અને સોલર પ્લાંતના વગરની ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ હતી. ધ્રાંગધ્રા પંથકમાંથી છાસવારે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર અને વાયર ચોરી થવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિક પોલીસ આ ગેંગને પકડવા વધુ સક્રિય બની હતી જેમાં ગત રાત્રીના સમયે તાલુકા પી.એસ.આઇ કે.એચ.ઝનકાત, કુલદીપસિંહ ઝાલા, વિક્રમભાઈ રબારી, વિભાભાઇ ધેડ, નરેશભાઈ ભોજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધ્રાંગધ્રા હાઇવે પર કુડા ચોકડી નજીક એક બાઈક અને ઓટો રિક્ષા શંકાસ્પદ હુવના લીધે બાઈક અને રિક્ષા ચાલકને રોકી તપાસ કરતા તેઓની પાસેથી કોથળામાં કોપર અને વાયર મળી આવ્યા હતા
જ્યારે આ કોપર બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓની પાસે કોઈ બિલ નહિ હોવાથી આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી જેમાં ભાંગી પડેલા શખ્સે આ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાનું જણાવી સોલડી ગામે અગાઉ થયેલ સોલર પ્લાંત્માંથી વયારની ચોરી, રાજપર, વાવડી, જસાપર, વસાડવા, નવલગઢ, ખાંભડા સહિતના ગામો ખાતે ટ્રાન્સફોર્મરની ચોરી સહિત કુલ 13 ચોરીના ગુન્હા કબૂલ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જ્યારે ધ્રાંગધ્રા પંથકના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી ગેંગના કુલ સાત સભ્યોને પોલીસે ઓટો રિક્ષા, બાઈક, મોબાઇલ તથા ચોરીથી મેળવેલ કોયલો અને વાયર સહિત કુલ 101600/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી તમામ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ શખ્સોના નામ
- Advertisement -
મહેન્દ્ર ઉર્ફે ડટો રમણીકભાઇ તાજપરિયા રહે: ખાટકીવાડ, ધ્રાંગધ્રા
ગોવિંદ ઉર્ફે નાનો જશુભાઇ ધાંગધરીયા રહે: પ્રેમનગર, ધ્રાંગધ્રા
સાહિલ ઉર્ફે બુચિયો જશુભાઇ ધાંગધરિયા રહે: ધોરિધાર, ધ્રાંગધ્રા
મોહિત ઉર્ફે મફો જશુભાઇ ધાંગધરિયા રહે: ધોરિધાર, ધ્રાંગધ્રા
અક્ષય ઉર્ફે ભુવાજી અરવિંદભાઈ ચોરસિયા રહે: બાળા હનુમાન મંદિર પાસે, ધ્રાંગધ્રા, સાબિત ઉર્ફે સબલો અકબર્ભાઈ સંધી રહે: મફતિયા પરા, ધ્રાંગધ્રા
વિરામ ગાંડાભાઈ ડેડાણીયા રહે: ધ્રાંગધ્રા મૂળ: પાટણ
ડિરેકટ થયેલ ચોરીના ગુના
સોલડી ખાતે સોલાર પ્લાંટમાંથી વાયર ચોરી, રાજપર ગામે ટ્રાન્સફોર્મર ચોરી, દોઢ મહિના પૂર્વે જેગડવા ગામે 3 ટી.સીની ચોરી, ત્રણ મહિના પૂર્વે વાવડી ગામે 3 ટી.સીની ચોરી, ચાર મહિના પહેલા રામગઢ ગામે 4 ટી.સીની ચોરી, બે મહિના પહેલા જસાપર ગામે 2 ટી.સીની ચોરી, સાત મહિના પૂર્વે હરીપર ગામે 3 ટી.સીની ચોરી, ત્રીસ દિવસ પહેલા વસાડવા ગામે 3 ટી.સીની ચોરી, આઠ મહિના પૂર્વે દુદાપર ગામે 3 ટી.સીની ચોરી, નવ મહિના પૂર્વે નવલગઢ ગામે 2 ટી.સીની ચોરી, સાત મહિના પૂર્વે ખાંભડા ગામે 3 ટી.સીની ચોરી, છ મહિના પુર્વે બાળા હનુમાન મંદિર નજીક 3 ટી.સીની ચોરી, આઠ મહિના પુર્વે રાજપર ગામે 2 ટી.સીની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.