પાકને કુદરતે વેરવિખેર કરી નાખ્યો હોવાનું સામે આવતા ચાલુ સિઝનમાં કેળાની અછત ઉભી થવાની સંપૂર્ણ શક્યતાઓ
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા, તા.2
ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરોમાં નુકસાની થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આ ભાદરકાંઠા વિસ્તારમાં અંદાજિત 35 થી 40 જેટલા ખેડૂતો 700 થી 800 વીઘા જમીનમાં બાગાયતી પાક એવા કેળની ખેતી કરી રહ્યા છે જેમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે કેળની ખેતી કરતા ખેડૂતોના ઉભા મોલમાં કુદરતે તબાહી સર્જી નાખી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
અહીંયા કેળની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા 10 થી 12 વર્ષથી ખેડૂતો કેળાના પાકનું વાવેતર કરે છે જ્યાં કેળની ખેતી કરી વર્ષ દરમિયાન મહેનત મજૂરી ખર્ચ અને માવજત કરી વર્ષના અંતની અંદર ઉતારો કરીને અને તૈયાર થયેલા પાકનું વેચાણ કરે છે પરંતુ જે પ્રકારની તસવીરો જોઈ શકાય છે તેમાં ભારે પવન અને ભારે વરસાદના કારણે કેળની ખેતી કરતા ખેડૂતોના દ્રશ્યો જાણે તબાહીના દ્રશ્ય હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે આ ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.
કેળની ખેતી કરતાં ખેડૂત હરેશ ચંદ્રવાડિયા, મનીષ વસોયા અને નારણ રાવલિયાએ જણાવ્યું છે કે તેઓને આ ખેતી માટે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરવી પડે છે અને એક વીઘા અંદાજિત 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તો સાથે જ આ ખેતી માટે વર્ષ દરમિયાન સંપૂર્ણ સાર સંભાળ ને મહેનત મજૂરી પણ કરવી પડે છે જ્યારે તાજેતરમાં વરસાદ અને ભારે પવનના કારણે તેઓનો તૈયાર થયેલો મોલ જે આગામી દિવસોની અંદર ઉતારા માટે તૈયાર થવાનો હતો તે મોલ ભારે પવન અને ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો છે જેના કારણે તેઓને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આખા વર્ષ દરમિયાન મહેનત મજૂરી અને ખર્ચ કરીને અત્યારના સમયમાં આ મોલને નિકાસ માટે તૈયાર કરવામાં આવે છે ત્યારે આ તૈયાર થયેલા મોલને કુદરતે વેરવિખેર કરી નાખ્યો હોવાનું સામે આવતા ચાલુ સિઝનમાં કેળાની અછત ઉભી થવાની સંપૂર્ણ શક્યતાઓ સર્જાઈ શકે છે.
આ કેડની ખેતી કરવા માટે ખેડૂતોને વર્ષ દરમિયાન અનેક પ્રકારની માવજતો ખર્ચ મજૂરીઓ સાર સંભાળ માટે કરવી પડતી હોય છે જેમાં ગત વર્ષે પણ ભારે પવન અને વરસાદને કારણે નુકસાની વેઠી રહ્યા હતા જે બાદ ખેડૂતોએ પુન: ખર્ચ કરી આ વર્ષ માટે સારી આવક મેળવવા માટે ખર્ચ કરવાનું શરૂ કર્યું હતું અને હવે માત્ર ગણતરીને દિવસોમાં તૈયાર થયેલા મોલને નિકાસ કરી વેપારીઓ અને બજારમાં કેળાની વેચાણ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આવેલા ધોધમાર વરસાદ અને ભારે પણ નથી ઘણા કેળના વૃક્ષો તો જાણે જમીનદોસ્ત થઈ મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા હોય તેવું સામે આવ્યું છે તેના પરિણામે હવે ખેડૂત પાસે આવકનો તો કોઈ સ્ત્રોત નથી પરંતુ બરબાદ થયેલા આ ખેતરને પુન: સ્થાપિત કરવા માટેનો પણ કોઈ ખર્ચનો વિકલ્પ જણાવતો નથી તેથી સરકાર અને તંત્ર બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સહાય અને મદદ કરે તેવી આ બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ માંગ કરી હોવાનું સામે આવ્યું છે.



