દર વર્ષ કરતા ખરીદનાર વેપારી ઘટયા તો પણ આવક ચાર ગણી વધી
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંંડલા
સાવરકુંડલા નગરપાલીકા પોતાના હસ્તકના વિવિધ વિભાગો જેવા કે વોટર વર્કસ્, સેનિટેશન , લાઈટ અને રોશની, વાહન વ્યવહાર, વહીવટી વિભાગ વગેરેમાં ઉપયોગ બાદ નીકળતા વેસ્ટ મટીરીયલ્સની જાહેર ટેન્ડર પદ્ધતિ દ્વારા નિકાલ કરવામાં આવતા દર વર્ષ કરતા ચાર ગણી એટલે કે અ…ધ ..ધ ..20 લાખ રૂપિયા જેવી મતદાર રકમની આવક નગરપાલિકાને થઈ છે. આ બાબતની માહિતી આપતા પાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી નગરપાલિકાનું સુકાન સંભાળ્યા બાદ પાલિકાને આર્થિક રીતે ઓછામાં ઓછું ભારણ આવે અને ઓછા ખર્ચે મહત્તમ સુવિધાઓ શહેરીજનોને આપી શકાય તેવો અભિગમ અમે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શનથી અમલમાં મૂક્યો છે
- Advertisement -
ત્યારે ચાલુ વર્ષે દર વર્ષની માફક વિવિધ વિભાગના ભંગારનો નિકાલ કરવાનો થતા વિવિધ વિભાગોની વેસ્ટ વસ્તુઓનો નિકાલ કરવા માટે રાબેતા મુજબની જૂની પદ્ધતિઅમલમાં હતી કે જેમાં લોખંડ, પ્લાસ્ટિક, ઇલેક્ટ્રિક કેબલ, સ્ટેશનરી વગેરે ચીજ વસ્તુઓ પાલિકાના મેદાનમાં ઢગલો કરી ભંગારનું લે-વેચ કરતા વેપારીઓને બોલાવી ઉધડો જ ભાવતાલ નક્કી કરી તેને વેચાણ આપવામાં આવતું હતું. નગરપાલિકાને ભંગાર નાં વેચાણની ઓછી આવક થતી હતી. ત્યાર બાદ પારદર્શક પદ્ધતિ અમલમાં મૂકી વર્તમાન પત્રોમાં ભંગાર વેચાણની ઓપન જાહેરાત આપી તેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને ટેન્ડરમાં વધુ ભાવ આવે તેવી પાર્ટીઓને બધાને હાજરીમાં ટેન્ડર ખોલી તેમાં જેના ભાવ મહત્તમ હોય તેને ભંગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબ ગત તારીખ 12-8-24 ના રોજ નગરપાલિકા ખાતે ભંગાર ખરીદનાર 11 આસામીઓના ટેન્ડર ટેન્ડર ભરનારાની હાજરીમાં ખોલાતા ભંગારના 20 લાખ રૂપિયા જેવી રકમ ઉપજી હતી.