ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
વર્ષોથી જન્માષ્ટમી નો લોક મેળો અહીંની મોજ નદી ને કાંઠે ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રમણી વાતાવરણમાં યોજાતો હતો પરંતુ રાજકોટના ગેમ ઝોનના ભયાનક અગ્નિકાંડના બનાવ બાદ તંત્રના આકરા નિયમોને કારણે મેળા મેદાન ટ્રસ્ટ દ્વારા મેળો બંધ રાખવાનું નક્કી કરેલ આવી સ્થિતિમાં જન્માષ્ટમી ના તહેવારોમાં આવતી બહેન દીકરીઓ અને બાળકો ના મેળાની ખુશીને ધ્યાને લઈ અહીંના સેવાભાવી ક્રિષ્ના ગ્રુપ દ્વારા ટાવર વાળી તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં લોકમેળો યોજવાનું નક્કી કરવામાં આવેલ છે તડા માર તૈયારી શરૂ થઈ ગઈ છે ચકડોલ ટોયોટોયો બેબી ટ્રેન સહિતની રાઈડો અને ખાણીપીણીના સ્ટોલ વિગેરે નાખવાનું શરૂ થઈ ગયેલ છે.