ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા કોર્ટમાં અલગ અલગ 4 ચેક રિટર્ન કેસોમાં રાજુલા કોર્ટમાંથી આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. જાણવા મળતી માહીતી મુજબ વર્ષ ર016 માં રાજ માર્કેટિંગ પેઢીમાં ફરિયાદી અને આરોપીઓ ભાગીદાર હતા જેથી ફરિયાદી ડ્રો નાં ઈનામો પેટે રૂ. 4,31,000 તથા રૂ. 400000 તથા રૂ. 1,05,000 તથા રૂ. 3,27,000 આમ કુલ રૂ. 12,63,000 ની રકમ અલગ અલગ ચાર ચેક થી વસુલવા માટે આરોપીઓનાં ચેકો બેંકમાં જમા કરાવતા અને જે ચેકો બાઉન્સ થતા ફરિયાદીએ રાજુલા કોર્ટમાં નેગો. એકટ 138 તથા 142 મુજબ કેસ કર્યો હતો.
- Advertisement -
જેનાં પક્ષમાં આરોપીએ બચાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, કોરા ચેકનો દુર ઉપયોગ કરવામાં આવ્યો છે તથા આવી કોઈ રકમ વસુલાત કરવા માટે ફરીયાદી હકકદાર નથી જે કેસ ચાલી જતા અને બચાવપક્ષના વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ અને ફરિયાદી આ નાણાં વસૂલવા હકકદાર છે કે નહીં તે ખુલાસો ન કરી શકતા અને પોતાનાં આરોપ સાબિત નહિ કરી શકતા નામદાર કોર્ટ દ્વારા આરોપી રાજ માર્કેટિંગનાં આરોપીઓને નિર્દોષ ઠરાવી આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. અને બચાવપક્ષે વકીલ ભાવેશ આર. સિંધવ તથા અજય બી. શિયાળ રોકાયેલા હતા.