ખેડૂતો અને કપાસ લે – વેંચ કરનાર દલાલોના કરોડો ફસાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
- Advertisement -
ચોટીલા ખાતે આવેલી સિદ્ધનાથ કોટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ નામક જીન મિલના વેપારીનું ઉઠમણું થતાં અનેક ખેડૂતો અને કપાસ લે – વેચ કરનાર દલાલને રિવાનો વારો આવ્યો છે. ઉઠમણું થનાર જીન મિલના માલિક દ્વારા તમામ ખેડૂતો અને દલાલોના કપાસ ખરીદી કરી રક્ષાબંધનના બીજા દિવસે પેમેન્ટ લેવા માટે આવવાનું કહ્યું હતું પરંતુ જ્યારે કપાસ વેચનાર ખેડૂતો અને દલાલ પેમેન્ટ લેવા માટે જીન મિલ પર આવતા અહી આલીગઢી તાળા નજરે પડ્યા હતા
જેથી એક બાદ એક લેણદારો એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો જોકે આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા જ પીઆઇ વળવી સહિતનો સ્ટાફ જીન મિલ ખાતે પહોંચ્યો હતો. જ્યારે ચોટીલા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓના 50થી 60 લાખ રૂપિયા ફસાયા હોવાનું સામે આવ્યું હતું બાકીના ખેડૂતો અને કપાસ લે – વેચ જનાર દલાલો દ્વારા કપાસ વેચાણ કર્યા હોવાનો આંકડો ગણતા વેપારી કરોડોનું ફુલેકુ ફેરવી નાશી ગયો હોવાનું સામે આવ્યું છે.