કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાને પોરબંદરના ખંભાળા નેશમાં માલધારીઓએ આવકાર્યા હતા. પોરબંદર જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ મંત્રીએ નેશ વિસ્તારની મુલાકાત લીધી હતી. પોરબંદરના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત બનુ નેશ વિસ્તારમાં માલધારીઓ સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા તેમના મતવિસ્તાર પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા છે.
તેઓ ખંભાળા પાસે આવેલ બનુ નેશની મુલાકાતે પહોંચ્યા હતા. અને ત્યાં તેઓએ નેશ વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે બેઠક યોજી હતી. અને માલધારીઓની વિવિધ સમસ્યાઓ અંગે તેઓએ તલસ્પર્શી માહિતી મેળવી હતી. સરકાર માલધારીઓના તમામ પ્રશ્નોના હકારાત્મક નિરાકાર લઇ આવવા કાર્યશીલ હોવાની ખાત્રી આપી હતી.આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પ્રદીપભાઈ ખીમાણી,કલેક્ટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, વન સંરક્ષક સહિત ઉપસ્થિત રહ્યા હતા.