પગપાળા યાત્રીઓ માટે રોડ સેફ્ટી અન્વયે કપડા પર રેડિયમ રિફલેક્ટર લગાવવા અંગે લોકોને જાગૃત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આર.ટી.ઓ. દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેર અને હાઇવે રસ્તામાં રોડ માર્કીંગ, ક્રેશ બેરિયર થકી રોડ સેફ્ટી અંતર્ગત કામગીરી કરવી, સાથે વર્ષ દરમિયાન ધાર્મિક કાર્ય અન્વયે પગપાળા નીકળતા યાત્રીઓ માટે રોડ સેફ્ટી કામગીરી અન્વયે કપડા પર રેડિયમ રિફલેક્ટર લગાવવા અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા દ્વારા અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરવા તેમજ 108 દ્વારા તાત્કાલિક સહાય મળી રહે તેની વ્યવસ્થા સહિતની બાબતો પરત્વે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જૂનાગઢ નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી તેમજ રોડ સેફ્ટી વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.