પ્રાથમિક શાળાના શિક્ષક એક વર્ષથી સ્કૂલે જ નહીં આવતા હોવાના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
રાજ્યભરમાં ગુટલી બાજ શિક્ષકો સામે હવે સરકારે પણ લાલઆંખ કરી છે તેવામાં દરેક જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા તપાસ કરી ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી કરવા સરકારના આદેશ બાદ હવે શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. ત્યારે હાલમાજ પાટડી તાલુકાના ખારખીદા ગામે બે વર્ષથી જાણ વગર ગેરહાજર રહેતા શિક્ષકને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકમાં પણ એક ગુલ્લીબાજ શિક્ષક હોવાનું સામે આવ્યું છે જેમાં જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાના રાયસંગપર ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનનું જ્ઞાન આપતા શિક્ષક કેતનભાઈ બોળા છેલ્લા એક વર્ષથી કોઈને પણ જાણ કર્યા વગર જ સ્કૂલે ગેરહાજર રહેતા હજવની રાવ ઉઠવા પામી છે.
બાળકના અભ્યાસમાં મહત્વનો પાયો એટલે કે ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક છેલ્લા એક વર્ષથી ગેરહાજર હજવના લીધે બાળકોને ગણિત અને વિજ્ઞાન પાઠ્ય પુસ્તકો અંગે કોઈ જ્ઞાન જ નહિ હોવાનું સામે આવ્યું છે ત્યારે સતત એક વર્ષથી ગેરહાજર રહેતા રાયસંગપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અંગે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે લેખિત રજૂઆત પણ કરી હતી છતાં આજદિન સુધી શિક્ષક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહિ થતા ફરીથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રાયસંગપર ગામે ગરીબ પરિવારોના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય જેઓને શિક્ષકની ગેરહાજરીના લીધે ભવિષ્ય જોખમમાં હોવાનું જણાવી તાત્કાલિક ગેરહાજર શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.