બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાએ પહેલું નિવેદન જારી કર્યુ છે. જાણો શું કીધું તેમણે.
સંસદમાં હિંસક વિરોધ અને વિરોધીઓની ઘૂસણખોરી બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભારત આવ્યા હતા. તે અત્યારે ભારતમાં છે. શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ અને દેશ છોડ્યા બાદ પોતાનું પહેલું નિવેદન જારી કર્યું છે અને પિતા સહિત શહીદોના અપમાન બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
દુ:ખદ ઘટનાઓને યાદ કરી
- Advertisement -
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીને પહેલું નિવેદન જારી કર્યું છે. તેમણે હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના હૃદયસ્પર્શી સંબોધનમાં, શેખ હસીનાએ 15 ઓગસ્ટ, 1975ની દુ:ખદ ઘટનાઓને યાદ કરી, જ્યારે રાષ્ટ્રપતિ અને તેમના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની તેમના ભાઈઓ અને કાકાઓ જેવા પરિવારના કેટલાક સભ્યો અને સહયોગીઓ સાથે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમણે બંગબંધુ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો અને પીડિતોને શ્રદ્ધાંજલિ આપી.
પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
શેખ હસીનાએ તાજેતરની હિંસા અને અશાંતિના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પોલીસકર્મીઓ સહિત ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જુલાઈથી દેશમાં ચાલી રહેલી અશાંતિ પર ભાર મૂકતા, તેમણે હિંસા અને રક્તપાતમાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવાની માંગ કરી.
- Advertisement -
સ્વતંત્રતાનું સ્મારક
બાંગ્લાદેશમાં વિરોધ વચ્ચે શહીદોની યાદમાં બનેલા અને સંગ્રહાલય તરીકે ઉપયોગમાં લેવાતા બંગબંધુ ભવનને તોડી પાડવામાં આવ્યું છે. શેખ હસીનાએ તેને “સ્વતંત્રતાનું સ્મારક” ગણાવ્યું અને કહ્યું કે આ સ્મારક ભૂતકાળમાં થયેલા અત્યાચારોની યાદ અપાવે છે.
પૂર્વ વડાપ્રધાને બાંગ્લાદેશની આઝાદી માટે આપેલા બલિદાનોને યાદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા, રાષ્ટ્રીય શોક દિવસને ગૌરવ સાથે મનાવવા માટે તેમના દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે લોકોને પ્રાર્થના કરી અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને શહીદોનું સન્માન કરવાની અપીલ કરી હતી.