કૉંગ્રેસે RMCમાં ગંગાજળ છાંટ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની મહાભ્રષ્ટાચારી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર બંધ કરાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના હોદેદારોની માંગણી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ( છખઈ) હવે જાણે રાજકોટ કરપ્શન કોર્પોરેશન બની ગયું હોય તે હદે કોર્પોરેશનની પ્રતિષ્ઠા ખરડાઈ
ગઈ છે.
લોકો હવે કોર્પોરેશનમાં પૈસા આપ્યા વિના કામ થશે નહીં તેવું માનવા લાગ્યા છે તે બાબત હકીકત પણ છે, તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસના નેતાઓએ રાજકોટ મહાનગરપાલિકાની તમામ ઓફિસો ઉપર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કર્યાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ અનિલ મારુને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી, તો મેયર સહિતનાંનું રાજીનામું માંગ્યું હતું. કોંગ્રેસનાં શહેર પ્રમુખ અતુલ રાજાણીના જણાવ્યાં પ્રમાણે, મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી.પી.દેસાઈએ ચાર્જ સંભાળ્યા બાદ પણ રાજકોટમાં ફાયર એનઓસી આપવા માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ લાખો રૂપિયા લાંચ પેટે વસૂલી રહ્યાં છે અને ભ્રષ્ટાચારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં પહોંચ્યું છે છતાં કોઈપણ પગલાં લેવાયા નથી. જાગૃત વિપક્ષ તરીકે આવી જાણ કરવા છતાં તંત્રવાહકોએ ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે કોઈ જ પગલાં લીધા નથી તે ગંભીર બાબત છે.
ફાયર બ્રિગેડ પર કરોડો રૂપિયા લાંચનો આરોપ
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બિલ્ડર્સ અને ડેવલપર્સ વગેરેએ હાલ સુધીમાં ફાયર બ્રિગેડને કરોડો રૂપિયા લાંચ રૂશ્વત પેટે આપ્યા છે અને ફાયર બ્રિગેડે આર્કિટેક્ટસ, ક્ધસલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ મારફતે આ લાંચ સ્વીકારવાનો ધંધો વર્ષો સુધી કર્યો છે. એક પછી એક ક્લાસ વન અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ રહ્યાં છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને ભાજપના તમામ કોર્પોરેટરો નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવતી વખતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ડો. હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.