જીટીયુનાં પ્રથમ સેમેસ્ટરનાં પરીણામોમાં દબદબો જાળવતી વી.વી.પી, વી.વી.પી.ના ૧પ વિદ્યાર્થીઓ ૧૦ માંથી ૧૦ એસ.પી.આઈ. મેળવી જીટીયુમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ, વી.વી.પી.ના કુલ ર૦ વિદ્યાર્થીઓ બ્રાંચવાઈઝ ટોપ ટેનમાં.
પાંચ વિષયોનું પરીણામ ૧૦૦ ટકા, સમગ્ર ગુજરાતમાં એસ.પી.આઈ. મુજબ વી.વી.પી. નો ત્રીજો ક્રમાંક, ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય – શ્રેષ્ઠ શિક્ષણ તો વી.વી.પી.માં જ.
જી.ટી.યુના પ્રથમ સેમેસ્ટરના પરીણામમાં વી.વી.પી.નાં કુલ ૧પ વિધાર્થીઓએ ૧૦માંથી ૧૦ એસ.પી.આઈ પ્રાપ્ત કરી જીટીયુમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ૯૬ વિદ્યાર્થીઓએ ૧૦ માંથી ૧૦ એસ.પી.આઈ. પ્રાપ્ત કરી ટોપ ટેનમાં સ્થાન મેળવ્યુ છે, જેમાં ૧પ વિદ્યાર્થીઓ વી.વી.પી. નાં છે. કુલ ર૦ વિદ્યાર્થીઓએ બ્રાંચ વાઈઝ ટોપ ટેનમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વધુ વિશેષતાઓમાં, મીકેનીકલ એન્જીનીયરીંગમાં સમગ્ર ગુજરાતમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ જ ૧૦ માંથી ૧૦ એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. જેમાંથી ૧ વિદ્યાર્થી વી.વી.પી. મીકેનીકલનો છે.
કુલ પાંચ વિષયોનું પરીણામ ૧૦૦ ટકા આવ્યું છે. પ્રથમ વર્ષમાં અઘરા ગણાતા વિષય એન્જીનીયરીંગ ગ્રાફિકસ એન્ડ ડીઝાઈન, બેઝિક ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ, એન્વાયરમેન્ટલ સાયન્સ, પ્રોગ્રામીંગ ફોર પ્રોબ્લેમ સોલ્વીંગ, બેઝિક સિવિલ એન્જીનીયરીંગ વિષયોનું પરીણામ ૧૦૦ ટકા આવ્યુ છે. સમગ્ર ગુજરાતમાં એસ.પી.આઈ. મુજબ વી.વી.પી. એ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
- Advertisement -
૧૦ માંથી ૧૦ એસ.પી.આઈ. પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓમાં મીકેનીકલનાં ફળદુ દિશાંત વિજયભાઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ૪ વિદ્યાર્થીઓ જાડેજા વર્ષાબા વિજયસિંહ, ગાથાણી લબ્ધી શૈલેષભાઈ, સુનય દેવળીયા, મેટાડીયા ચિંતન કેતનભાઈ, કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ૭ વિદ્યાર્થીઓ દીપ અકબરી, ભંડેરી તરંગ સંજયભાઈ, ચાપાનેરા પ્રશંસા સતિષ, મહેતા રક્ષિત હિતેશભાઈ, યમુના ભાનવડીયા, વીરડીયા જેન્સી ગીરધરભાઈ, પ્રજાપતિ સિધ્ધાંત વિદ્યાસાગર, ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનનાં બે વિદ્યાર્થીઓ લુણાગરીયા સુમિત અરવિંદભાઈ, ગજેરા મીરાલી પરસોતમભાઈ, બાયોટેકનોલોજીના જીલ્કા કિશન કમલેશભાઈનો સમાવેશ થાય છે.
સમગ્ર ગુજરાતમાં બ્રાંચ વાઈઝ ટોપ ટેનમાં ઉપરોકત વિદ્યાર્થીઓ ઉપરાંત મીકેનીકલમાં હરસોરા દર્શન પ્રફુલભાઈએ ૯.૭૯ એસ.પી.આઈ. સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક, ઈલેકટ્રીકલમાં કોચરા જયદીપ જગદીશભાઈ તથા ચાવડા ઓમ યોગેશભાઈએ ૯.૭૯ એસ.પી.આઈ. સાથે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમાંક, કેમીકલમાં કેવીન નાકરાણીએ ૯.૭૯ એસ.પી.આઈ. સાથે સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક, સીવીલ એન્જીનીયરીંગમાં મેંદપરા અવની મુકેશભાઈએ ૯.૭૯ એસ.પી.આઈ. સાથે સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
પ્રથમ વર્ષના શ્રેષ્ઠ પરીણામ બાબતે જણાવતાં વી.વી.પી.ના આચાર્ય ડો. જયેશ દેશકરે જણાવેલ કે વી.વી.પી.માં વિશ્વના શ્રેષ્ઠ માધ્યમ માઈક્રોસોફટ ટીમ દવારા ઓફલાઈન શૈક્ષણિક કાર્યની જેમ જ ઓનલાઈન ટીચીંગ કરાવવામાં આવે છે. સેમેસ્ટર દરમિયાન બે વખત મીડ સેમેસ્ટર પરીક્ષાઓ, પ્રેકટિકલ વર્ક, હોમવર્ક, એસાઈન્મેન્ટ, લેબ મેન્યુઅલ વગેરે ખુબ જ સુચારુ રીતે આયોજીત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની હાજરી અને માર્કસ બાબતે વાલીઓને નિયમિત જાણ, વિદ્યાર્થીઓનું સતત કાઉન્સેલિંગ તથા મોનીટરીંગ વગેરે જેવા અનેક આયામો દવારા ઉજજવળ પરીણામ પ્રાપ્ત થયું છે. તદુપરાંત નિયમિત સમયાંતરે એકસપર્ટ લેકચર, ઓનલાઈન ઈન્ડસ્ટ્રીયલ ટુર, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જનરલ નોલેજ ટેસ્ટ, ટેકનીકલ નોલેજ ટેસ્ટ, મેન્ટલ એપ્ટીટયુડ ટેસ્ટ દવારા વિદ્યાર્થીઓનો સવાર્ગી વિકાસ કરવામાં આવે છે.
- Advertisement -
પ્રથમ વર્ષમાં ઉજજવળ પરીણામ માટે આચાર્ય ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષના હેડ ડો.નીરવ મણીયાર, સબ્જેકટ કો-ઓર્ડીનેટર ડો. એરીક લાખાણી, પ્રો. સંકેત પંડયા, પ્રો. અનુપ બુધરાણી, ડો. દર્શનાબેન ભટી, પ્રો. કૃણાલ ખીમાણી, પ્રો. નિવિદ લિંબાસીયા, પ્રો. શ્રેયસ ધુલીયા, પ્રો. જીજ્ઞેશ શાહ, ડો. જયસુખ મારકણા, ડો. પ્રવીણ વાઢેલ તથા કલાસ ટીચર પ્રો. અંજના સાપરીયા, પ્રો. દર્શિતાબેન, ડો. નિશાંત ગોપલાન, પ્રો. કેયૂર નાગેચા તમામ વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકગણ તથા કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રથમ વર્ષના શ્રેષ્ઠ પરીણામ માટે વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કેોશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે તથા આચાર્ય ડો. જયેશ દેશકરે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રાધ્યાપકો તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.