SOG ટીમે શખ્સને હથિયાર સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
રાજ્યમાં સોશિયલ મીડિયાને સદઉપયોગ કરતા દૂરઉપયોગ વધુ થઈ રહ્યો છે કેટલાક લોકો વધુ ફેમસ થવાના ચક્કરમાં શાંતિ સલામતી ડહોળાય તેવા પણ વિડિયો અપલોડ કરતા નજરે પડે છે.
- Advertisement -
તેવામાં થાનગઢ ખાતે થોડા દુવસ અગાઉ એક શખ્સ દ્વારા પોતાના પાસે હથિયાર રાખી વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો જે અનુસંધાને સુરેન્દ્રનગર SOGના પીઆઇ એમ.જે.ભટ્ટ દ્વારા ટીમ સાથે આ શખ્સની શોધખોળ આદરતા હથિયાર સાથે વીડિયોમાં નજરે પડતો શખ્સ થાનગઢનો પ્રવીણ નરશી વાઘોડિયા હોવાનું માલુમ પડ્યું હતું
જેથી શખ્સની હથિયાર સાથે અટકાયત કરી હથિયાર બાબતે પૂછપરછ કરતા હથિયાર તેઓના સસરાનું હોવાનું જણાવતા અને પોતાની પાસે કોઈ લાયસન્સ નહિ હોવાનું સામે આવતા પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.