ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢમાં બ્રેસ્ટ ફિડીંગ સપોર્ટ ફોર ઓલની થીમ ઉપર જૂનાગઢ મનપા આઈસીડીએસ. શાખા દ્વારા સ્તનપાન સપ્તાહ તેમજ એક પેડ મા કે નામ અને પ્લાન્ટ ફોર મધર અભિયાન ની ઉજવણી કરાઈ હતી.
જુનાગઢ મનપા દ્વારા તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ આ ઉજવણીમાં પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા સ્તનપાન અને માતાનું પોષણ ઉપર સમજણ આપવામાં આવેલ તેમજ સુપોષણ સંવાદ ટકઅવે દ્વારા સ્તનપાનથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ તેમજ પર્યાવરણ અને પ્રકૃતીની રક્ષા સહ ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરવા પ્રધાનમંત્રીના નિર્દેશાનુસાર પર્યાવરણ મંત્રાલય દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. આ અભિયાનમાં જોડાવા હેતુ પ્રોત્સાહિત કરવા માટે તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર બહેનો , તેડાગર બહેનો, બાળકો અને તેમના વાલીઓ , સ્થાનિક રહેવાસીઓ તથા ગામના આગેવાનો , પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં વૃક્ષોનું વાવેતર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.