વસ્તડી ગામના 10 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
રાજ્યમાં કોરણા બાદ બાળકોમાં ઝડપથી ફેલાતા ચાંદીપૂરા વાયરાસે પણ હાહાકાર મચાવ્યો છે. તેવામાં દરરોજ ગુજરાતમાં આ ચાંદી પૂરા વાયરસનાં લીધે એક બાદ એક બાળકોના મોત સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપૂરા વાયરસનાં લીધે બાળકનું પ્રથમ મોત સામે આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે અગાઉ દશ વર્ષીય બાળકને ચાંદીપૂરા વાયરસનાં લક્ષણો નજરે પડ્યાં હતાં જેથી બાળકને તાત્કાલિક સારવાર બાદ રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.
પરંતુ અંતે આ દશ વર્ષીય બાળક જિંદગીની બજી હરી ગયો હતો અને મીટ નિપજ્યું હતું આ સાથે જિલ્લામાં ચાંદીપૂરા વાયરસનાં લીધે મોતનો પ્રથ બનાવ સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર વધુ સજાગ બન્યું છે.