ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશન ના સભ્યો માટે પ્રાથમિક સારવારની તાલિમ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોર્યના માર્ગદર્શન હેઠળ એન.ડી.આર.એફની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઇ ઉનડકટની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતુ.
- Advertisement -
આ પ્રાથમિક સારવાર તાલીમ કેમ્પમાં કમિટીના સભ્યો ગીરીશ ઠક્કર, સમીર ચંદ્રાણી તથા એડમીન સભ્ય ધવલ સિંધલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આયોજનમાં રેડ ક્રોસ – સુત્રાપાડાના ચેરમેન અજ્ય બારડ તેમજ સરપંચ નરેશભાઇ બારીયા જોડાયા હતા.અને મહાદેવ ખલાસી એસોસિએશનના 100 વધુ નવયુવકોએ સીપીઆર, અકસ્માત – ભાંગતુટ, સ્ટ્રેચર, લોહી અટકાવવું તથા ચોક અપ નીકાળવુ વિગેરેનુ ડેમોન્સ્ટ્રેશન નિહાળી તથા પ્રેક્ટિસ પણ કરી હતી તેમ રેડક્રોસ સોસાયટીના ચેરમેન કિરીટ ઉનડકટની એક યાદીમાં જણાવ્યું છે.