તંત્રના તાલમેલના અભાવના પરિણામના કારણે વિધાર્થીઓ માટેના ઉપકરણો બિનઉપયોગી બન્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના અનુસૂચિત જાતિના કુમાર છાત્રાલયમાં વિધાર્થીનીઓ માટે વિતરણ માટે લાવીને રાખેલી 2000થી વધુ સાઇકલો ત્રણ મહિના થયા છે. જે સાઇકલો હાલ ધૂળ ખાય રહી છે અને તેમાંથી કેટલાકમાં કાટ ચડી ગયો છે. આ ઘટનાઓનો પર્દાફાશ મીડિયાએ કર્યો છે, જ્યારે અખબારના રિપોર્ટમાં આ મામલાની વિગતો ઉજાગર થઈ છે.
કુમાર છાત્રાલયના ચોકીદારે આ બાબતે પૂછતાં કહ્યું કે, તેઓ જાણતા નથી કે આ સાઇકલોનું વિતરણ કેમ થયું નથી. અધિકારીઓએ પણ આ મુદ્દે અજાણ હોય તેવી વાત કરી અને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ મીડિયા ટિમે પૂછપરછના દોર દરમિયાન અધિકારીઓને જવાબ આપવા મજબૂર કર્યા, તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી હાથ ધરાઇ નથી
હવે આ સાઇકલો અતિભારે વરસાદના કારણે ભીની થઇ ગઈ છે અને તેમાંથી ઘણી સાઇકલોમાં કાટ ચડી ગયો છે. જ્યારે સ્થાનિક સામાજિક કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓએ આ બાબતે અવાજ ઉઠાવ્યો હતો અને તંત્રને જવાબદારી લેવાની માંગ કરી હતી, ત્યારે તે જવાબમાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. મૂળ સવાલ એ છે કે, જે વિધાર્થીનીઓને સાઇકલ વિતરણ થવું હતું, તેમની માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં, અને આકસ્મિક વિતરણ કેમ અટકી ગયું? આ કિસ્સો જાગરૂકતા અને જવાબદારીના અભાવનું ઉદાહરણ છે, જે સરકારે તાત્કાલિક હલ કરવાનો સમય છે.