6.70 લાખ સામે 27 લાખ ચૂકવી દીધા છતાં વધુ 12 લાખ માંગતા 4 વ્યાજખોરો સામે ફરિયાદ
કિડની વેચીને પણ પૈસા વસુલસું કહી ઘર-દુકાન પડાવી લેવાની ધમકી આપતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં પોલીસે લોક દરબાર યોજયા પછી વ્યાજખોરો સામે ભોગ બનનાર અરજદારો ફરિયાદ નોંધાવવા સામે આવી રહ્યા છે ત્યારે રેલનગરમાં દૂધની ડેરી ધરાવતા બે વેપારીએ રાજકોટના વ્યાજખોર પાસેથી લીધેલ 6.70 લાખના 27 લાખ ચૂકવી દિધા છતાં વધું રૂ.12 લાખ પડાવવા વ્યાજખોર આણી ટોળકીએ કિડની વેંચી નાંખવાની ધમકી આપી ઘરે અને ડેરીએ ઘસી જઈ મારી નાંખવાની ધમકી આપતા પ્ર. નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. રેલનગરમાં શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતાં નિલેશભાઈ શાંતીલાલ હિંડોચા ઉ.48એ રામનાથપરાના મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર રજાક બ્લોચ, પુનિતનગર પાસે રહેતા શિવરાજસિંહ, શાહરૂખ અને સાહિલ સામે પ્ર. નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે રેલનગર દ્વારીકા ચોક પાસે આવેલ વી ફોર નામની દુધની ડેરી આવેલ છે. જેમાં તેઓ મિત્ર ભાર્ગવભાઇ ભદ્રાવાળા સાથે ભાગીદારીમાં વેપાર શરૂ કરેલ છે જે વેપાર ધંધા અર્થે 2021માં પૈસાની જરુરીયાત હોય 15 હજાર રોજના 100 રૂપીયા વ્યાજ આપવાની શરતે આપેલ હતા. તે વખતે એઝાજએ પ્રોમેસરી નોટ બનાવી, બે કોરા ચેક, ફોટા લઇ સહીઓ કરાવી હતી વ્યાજ દર અઠવાડીયે રોક્ડા આપી આવતા હતા જે 100 દિવસના રૂ.50 હજાર ભરેલ હતાં જે બાદ ફરીથી 25 હજાર અને પછી 3 લાખ વ્યાજે લીધા હતા જેમાં વીકલી 10 હજાર વ્યાજ આપવાના હતાં 2021થી 2024 સુધીમાં એજાજભાઈએ કુલ રૂ.3.40 લાખ રોકડા વ્યાજે આપ્યા હતા. ત્યારબાદ તા.19/09/2022ના રૂ,3.30 લાખ ધંધા માટે વ્યાજે લીધા હતાં જેનું મહીને 50 હજાર વ્યાજ ભરવા માટે જણાવેલ હતું કુલ રૂ.6.70 લાખ વ્યાજે લીધા હતાં તેનું વ્યાજ ધંધામાંથી ચૂકવતાં હતાં 2021થી 2024 સુધીમાં 11 લાખ 78 હજાર 499 વ્યાજ પેટે ઓનલાઈન અને રોકડા મળી કુલ 27 લાખ ચૂકવી દીધા છે
- Advertisement -
વ્યાજ બાબતે વ્યાજખોરે બંને ભાગીદારને વિશ્વાસમાં લઇ રૂપીયા રૂ.12,21,975ની લોન લેવડાવી તેમજ ભાર્ગવભાઈના નામે ક્રેટા કાર લેવડાવેલ અને તે ગાડીના હપ્તા એઝાજએ ભરવાના હતા પરંતુ તેણે કોઇ હપ્તો ભરેલ નહી અને ગાડી પણ પાછી આપેલ નથી. જેના ભાર્ગવભાઈએ બે હપ્તા ભરેલ છે. તેમજ 2,59,998ના બે મોંઘા ફોન લોન ઉપર લીધા હતા જે બન્ને મોબાઈલ એઝાજ પાસે છે જેના હપ્તા ફરિયાદીને ભરવાના થાય છે ઉપરાંત વ્યાજખોર વ્યાજ તથા પેનલ્ટી ભરવા ધમકીઓ આપતા હોય તથા ઓફીસે બોલાવી આખો દીવસ બેસાડી ધમકાવી બેફામ ગાળો દઈ ઘરનો કબજો લઈ લેવા ધમકી આપતા હતા ગઈ તા.11/01/2024 રોજ શીવરાજસિહ અને એઝાજ બંને ડેરીએ આવી ધમકી આપેલ કે વ્યાજના 12 લાખ અને હપ્તા ભરી દીયો નહીતર તમને બંનેને જાનથી મારી નાખવા પડશે અને બેઠા ઘરનો કબજો લઇ સામાન બહાર ફેંકી દેશુ તેમ કહી ગાળો આપી હતી તેમજ કિડની વેચીને પણ રૂપિયા આપવા પડશે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પત્નીએ બે હાથ જોડી પગે લાગી લાગતાં દસ દિવસની મુદત આપી હતી બાદ તા.20/01/2024ના 6 લાખ ડેરીએ રાતના સમયે એઝાજ આવીને લઇ ગયેલ આ રકમ ભાર્ગવભાઇએ હાથ ઉછીની લીધેલ હતી.
બાદ હજુ છ લાખ બાકી હોય જે ચુકવી દેવા એઝાજ અવાર-અવાર નવાર ફોન કરી ધમકી આપતા હતા તે વખતે તેનો માણસ શાહરુખ, સાહીલ મારી ઘરે આવેલ અને કહેલ કે, અમને બાબરે મોકલેલ છે અને છ લાખ લેવાના છે. જેથી મારી પાસે પૈસા નથી કહેતાં તેણે કહેલ કે, ઓફીસે આવો તેમ કહી ફલેટની નીચે લઇ ગયેલ અને હાલ પૈસા આપો નહીંતર સારાવાટ રહેશે નહી એઝાજએ કહેલ કે, રોજના રુ.1500 ભરવા પડશે અને દર દસ દીવસે રૂ.20 હજાર આપવાના નકકી થયેલ હતું.
તા.03/04/2024 ના રૂ.2.40 લાખ રોકડા ઉપાડીને શાહરુખને આપેલ હતા. બાદ તા.04/04/2024 ના રોકડા રુ.4,05 લાખ શાહરુખને આપેલ હતા બાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને તેઓ તેના ભાગીદાર સાથે તા.11/04/2024 ના રાજસ્થાન જતા રહેલ હતા જે બાબતે તેમની પત્નીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરાવેલ હતી અને દસ દીવસે પાછા આવેલ અને એઝાજ સાથે સમાધાનની વાત ચાલેલ પરંતુ તે પોલીસમા હાજર રહેલ ન હતો. જેથી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જી.તેરૈયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી.