રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત
જૂના મેમ્બરોએ પોતાની મેમ્બરશિપ રીન્યુ કરાવી લેવા અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સરગમ ક્લબ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં ચાલતી બેડમિન્ટન પ્રવૃતિમાં જોડાવા માંગતા લોકોએ ઓગસ્ટ, સપ્ટેમ્બર ની બે માસની ફી રૂપિયા 500/- તેમજ છ માસિક ફી રૂપિયા 1500/-ઓક્ટોબર માસ 2024 થી માર્ચ માસ 2025 સુધીની મેમ્બરશીપ માટે તા. 24/07/2024 થી 27/07/2024 સુધીમાં જુના સભ્યોએ પોતાની મેમ્બરશીપ રીન્યુ કરાવી તેમજ તા. 28/07/2024 ના રવિવાર ના રોજ સવાર ના 8/00 થી 9/00 વાગ્યા (એક કલાક) સુધીમાં નવા ફોર્મ ભરી દેવા જગ્યા હશે તો લેવામાં આવશે સરગમ ક્લબ દ્વારા અનુરોધ કરાયો છે.
સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં જણાવ્યા અનુસાર, વીર સાવરકર ઈન્ડોર સ્ટેડીયમ માં ચાલતી બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, કેરમ, સહિતના વિવિધ વિભાગમાં ચાલવામાં આવે છે.
બેડમીન્ટન વિભાગમાં શીખાઉ બેચનો સમય સવારે 9/00 થી રાત્રી ના 8/30 સુધી રહેશે. બેડમિન્ટન ના સ્પેશીયલ કોચ મારફત ક્લાસ રહેશે જેની નોંધ લેવી. ઈન્ડોર સ્ટેડીયમનાં વિવિધ વિભાગોમાં બેડમિન્ટન, ટેબલ ટેનીસ, જીમ, જુડો, ટેકવોન્ડો, કેરમ, વગેરે રમતો તો રેગ્યુલર ચાલે જ છે. તેમજ લેડીઝ હેલ્થ ક્લબમાં પણ પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. બેડમિન્ટનના કોચ તરીકે પ્રશાંતભાઈ ખાલપાડા, જયદીપભાઈ સરવૈયા, હારૂનભાઈ સુમરા, ગિરિરાજસિંહ ઝાલા, સમીરભાઈ ભીંડોરા વગેરે સેવા આપે છે.
- Advertisement -
મેમ્બરશિપની છ મહિનાની ફી :-
બેડમિન્ટન ફી – 1500/-,
જિમ ફી ભાઈઓ – 1180/-,
ટેબલટેનીસ ફી – 750/-,
લેડીઝ હેલ્થ ફી – 800/-
ટેકવોન્ડો ફી – 500/-,
જિમ્નાસ્ટિક ફી – 600/-,
કેરમ ફી – 400/-,
જૂડો ફી – 400/-
* આ બધી જ રમત ની ફી છ માસની રહેશે.
વધુ માહિતી તથા પુછપરછ માટે ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યાલયનો સવારના 9.00 થી 12/00 સાંજે 5/00 થી 8/00 દરમિયાન ફોન નં. 0281 – 2477555 ઉપર અથવા રૂબરૂ મેનેજર પ્રફુલભાઈ સંઘાણીનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. ઈન્ડોર સ્ટેડીયમની સમગ્ર વ્યવસ્થા સરગમ ક્લબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ જયેશભાઈ વસા, કૌશિકભાઈ સોલંકી, જયદિપસિંહ જાડેજા સહિતના સંભાળી રહ્યા છે.