જિજ્ઞેશ મેવાણી સહિતના કૉંગ્રેસના કાર્યકરો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત: ત્રિકોણ બાગ ખાતે વિરોધ સાથે રેલી કઢાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
રાજકોટમાં ભરાતી ગુજરી બજાર સામે મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરૂદ્ધ કૉંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને ત્રિકોણબાગ ખાતે કૉંગ્રેસના કાર્યકરો અને પાથરણાવાળાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો અને મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર રાજકોટ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ એના સાચા અર્થમાં લાગુ કરવામાં આવે, રાજકોટની રવિવારી બજારને હટાવવામાં આવે નહીં અને એ માટે મ્યુનિ. તંત્ર સરકારના અન્ય વિભાગો સાથે દખલગીરી ન કરે, કોઈ કારણસર આ રવિવારી બજાર હટાવવી જ પડે એમ હોય તો ત્યાંના એક એક લારી ગલ્લા પાથરણાનો પાકો સર્વે અભ્યાસ કરી એમને વરસાદ રહી જાય એ બાદ બીજે પોતાનો ધંધો રોજગાર કરવા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે
તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેરની રોનક અને વર્ષો જૂની ઓળખ એવા રવિવારી બજારના લોકો છેલ્લા કેટલાક દિવસોમાં નોટીસો આપવામાં આવી છે કે તેઓ ગણતરીના દિવસોમાં રવિવારી બજારની જગ્યા ખાલી નહીં કરે તો લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વર્તમાન ભાજપ સરકાર અને રાજકોટ શહેરનું મ્યુનિ. તંત્ર કેટલું કાબેલ અને સક્ષમ છે એ તો ટીઆરપી ગેમિંગ ઝોન પ્રકરણમાં સૌએ જોઈ લીધું છે એ છતાં બી.યુ. પરમિશન વગર ઉભા સેંકડોના સેંકડો મકાનો, ઈમારતો, ટાવરો, શોપિંગ સેન્ટરોની સામે તમારું તંત્ર મૌન ધારણ કરી લે છે અને રવિવારી બજારના ગરીબ શ્રમિક પાથરણા રેંકડીવાળાઓને ત્યાંથી ખદેડી દેવાની ધમકીઓ આપે છે જે દેખાડે છે કે તંત્ર કેટલું નમાલુ બની ચૂક્યુ છે.