ભારતમાં વેફરના પેકેટમાં વંદો નીકળતા હોહા મચે છે પણ…
જીવજંતુની ચિપ્સ માણસના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે કે કેમ તેનું આકલન કરાશે
- Advertisement -
આપણે ત્યાં ચિપ્સ-વેફરના પેકેટમાં વંદા, ગરોળી, દેડકા નીકળવાના તાજેતરમાં સમાચારો ચમકયા હતા અને આ મામલે હોબાળો પણ મચી ગયો હતો પરંતુ સિંગાપોરમાં તો ટિડડાઓની ચિપ્સ કે કીડાઓના કુરકુરેને સરકારે જ મંજુરી આપી દીધી છે!
સિંગાપોરમાં તમરા અને ટીડડામાંથી બનેલી ડીશ જેવા કુરકુરે અને ચિપ્સનો સ્વાદ લઈ શકાશે. સિંગાપોરના ફુડ વોચડોગ (એસએફએ)એ સોમવારે તેની મંજુરી આપી દીધી છે. તેમાં તમરા અને ટીડડા સહિત કુલ 16 પ્રજાતિના જંતુઓનો સમાવેશ થાય છે.
વિયેટનામ, ચીન અને થાઈલેન્ડમાં વિકાસ પામેલા કીડાને સિંગાપોરમાં સપ્લાય અને કેટરીંગ કરવાની તૈયારીમાં લાગેલા ઉદ્યોગો માટે આ ખુશખબરી છે.
- Advertisement -
મંજુરી પ્રાપ્ત કીડામાં તમરાં, ટીડડા, સિલ્કવર્મ (રેશમના કીડા), મિલ વર્મ વગેરેની પ્રજાતિઓ સામેલ છે જે કીડાઓને એસએફએની યાદીમાં જગ્યા નથી મળી તેનું આકલન કરવામાં આવશે એ નિશ્ચિત કરવામાં આવશે કે તે માણસના સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે કે નહીં.