કુલગામમાં અથડામણમાં છ આતંકવાદીઓ ઠાર મરાયા છે, ત્યારે પોલીસ મહાનિર્દેશકે આને સુરક્ષાદળોની એક મોટી ગણાવી છે. સુરક્ષાદળોને આતંકીઓના ઠેકાણા પરથી તિજોરીમાં એક બંકર પણ મળી આવ્યું છે. આ બંકરનો વીડિયો પણ સામે આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણમાં છ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. ચાર આતંકીઓ તિજોરીમાં બંકર બનાવીને છુપાઈને બેઠા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે. બંને જગ્યાએ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને એક સાથે છ આતંકવાદીઓને મારી નાખવાને સુરક્ષા દળોની સિદ્ધિ ગણાવી.
- Advertisement -
સુરક્ષા દળોએ રવિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે ભીષણ અથડામણમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર સહિત વધુ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા. ઠાર મરાયેલ TRF કમાન્ડર આદિલ હુસૈન વર્ષ 2022 માં શોપિયાંમાં સફરજનના બગીચામાં કાશ્મીરી હિન્દુ સુનીલ કુમારની ટાર્ગેટ કિલિંગ સહિત ડઝનેક ઘટનાઓમાં સામેલ હતો. બંને એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ છ આતંકવાદીઓ ઠાર મરાયા છે.
ચીનીગામ અને મુદરગામમાં અથડામણ
એક એન્કાઉન્ટર ચિનીગામમાં અને બીજું કુલગામથી ચાર કિલોમીટર દૂર મુદરગામમાં ચાલી રહ્યું છે. મુદરગામમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ ઘેરાબંધી કરતા જ અંદર છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
- Advertisement -
તિજોરીમાં બનાવ્યું હતું બંકર
કુલગામના ચિનીગામ વિસ્તારમાં આતંકવાદીઓ જે ઘરમાં છુપાયેલા હતા, ત્યાં તેઓએ તિજોરીમાં પાછળ બંકર બનાવી રાખ્યું હતું. એન્કાઉન્ટરમાં ચાર હિઝબુલ આતંકવાદીઓ માર્યા ગયા પછી, સુરક્ષા દળોએ ઘરની અંદર તપાસ કરી અને એક બંકર મળ્યું. આતંકવાદીઓ તેનો ઉપયોગ હથિયારો અને દારૂગોળો છુપાવવા માટે કરતા હતા.