છેલ્લા એક અઠવાડિયામાં રાજયવેરા વિભાગમાં બીજો ઘાણવો
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.5
- Advertisement -
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા અને પરીણામો જાહેર થયા બાદ આચારસહિંતા હપ્તાની સાથે જ રાજય સરકાર દ્વારા બદલી અને બઢતીના આદેશો જારીે.. કરવામાં આવ્યા છે.
ત્યારે સ્ટેટ જીએસટી વિભાગમાં 93 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અઠવાડિયા પહેલા જ સ્ટેટ કમિશનર સમીર વકીલ દ્વારા 200થી વધારે અધિકારીની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બદલી કરાયેલા અધિકારીઓ રાજકોટમાં 8 જેટલા અધિકારીઓની અન્ય શહેર અને આંતરીક બદલી કરાઇ છે.
તેમાં રાજકોટ ઘટક-10માં ફરજ બજાવતા મોહંમદ મહમદયાસીન ગોલાવાલાની અમદાવાદ ઘટક-5માં, જયરાજસિંહ મનહરસિંહ વણારની રાજકોટ ઘટક-93માંથી વિરમગામ ઘટક-12માં, વિભાગ-10માં સંયુકત ખાતામાં ફરજ બજાવતા પ્રિયકાબા વિક્રમસિંહ જાડેજાની નાયબ રાજયવેરા ખાતે બદલી કરાઇ છે. ગાંધીધામ વિભાગ-12માં નોકરી કરતા શૈલેષકુમાર રાજુભાઇ પરમારની રાજકોટ ઘટક-88માં, ધ્રાંગધ્રા ઘટક-81ના નિશાકુમારી રામસિંહ મછારની રાજકોટ ઘટક-89માં, જેતપુર ઘટક-95ના દિપલબા નરૂભા સોઢાની રાજકોટ ઘટક-9માં, જામનગર ઘટક-98ના સંદિપભાઇ ભીમાભાઇ ચાવડાની રાજકોટ ઘટક-93માં અને રાજકોટ વિભાગ-10ના ડિમ્પલ ભગવાનજીભાઇ પટેલની ઘટક-93માં ટ્રાન્સફર કરવામાં આવી છે.
- Advertisement -
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, નડિયાદ, મહેસાણા, ભાવનગર, સુરત, વેરાવળ, જામનગર, રાજકોટ, ગાંધીધામ, ખંભાત, પોરબંદર, ગોંડલ, જૂનાગઢ, જામનગર, પાલનપુર, ધ્રાંગધ્રા સહિતના શહેરોને હવે નવા રાજ્યવેરા અધિકારી મળશે, હજુ પણ આગામી સમયમાં સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીઓ આવે તેવી શક્યતા છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગમાં એસી, જેસી લેવલના અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર થયા હતા.