ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ, તા.1
જાફરાબાદના સામાકાંઠા વિસ્તારોમાં રાત્રીના સમયે વિજળી ગુલ થતા કાળઝાળ ગરમીમાં લોક હેરાન પરેશાન થયાં હતાં. અહીંના રહીશો લાઇટબિલ પુરુ ચુકવવામાં આવે છે. પરંતુ વિજળી પુરી આપવામાં આવતો નથી. સામાકાંઠાના પીપળી કાંઠાના રામમંદિર વિસ્તારમાં વારંવાર વિજળી ગુલ થઇ જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
- Advertisement -
કાળઝાળ ગરમીમાં લોકોએ આંખી રાત્રી વિજળી વગર સમય વિતાવો પડે છે. આ વિસ્તારમાં અનેકવાર લાઇટના ધાંધિયા હોવાને કારણે પીજીવીસીએલ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. પરંતુ પીપળીકાંઠા વિસ્તારમાં ઘણા સમયથી પાવર લોડ વધી જાવાથી ટિસી ના કેબલો બળી જતા હોય છે. ત્યારે જાફરાબાદમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાની રોવ ઉઠી રહી છે.
આખરે હવે પીજીવીસીએલન જવાબદાર અધિકારીઓ ગંભીરતા લઇ તાત્કાલિક પીપળીકાંઠા, રામમંદિર તેમજ બાલકૃષ્ણ સોસાયટી બાગ વિસ્તારોના લોકોની પડતીવિજળીની સમસ્યા હલ કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.