વેરાવળમાં સરકારી બોયઝ સ્કુલ બીલ્ડીંગમાં મામલતદાર ઓફીસને સ્થાપિત ન કરવા સામાજીક કાર્યકર્તા દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં વેરાવળનાં સામજીક કાર્યકર્તા મુકેશભાઈ ચોલેરા, ખેતસીભાઈ મેઠીયા, મનસુખભાઈ સુયાણી,દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી ને આવેદન આપવામા આવ્યુ કે સરકારી બોયઝ સ્કુલમાં શહેર મામલતદાર ઓફીસને સ્થાન આપી પ્રવૃતિ કરવાની સત્તા આપવામાં આવેલ છે, આ બાબત અમારી લાગણી સાથે વિનંતી કરવામાં આવે છે કે હાલ આ સ્કુલમાં 350 વિધાર્થીઓ 11 તથા 12 વિજ્ઞાન પ્રવાહ સાથે કુમારીકા ઓ અભ્યાસ કરે છે.
આ જગ્યા ઉપર મામલતદાર ઓફીસની સ્થાપના થવાથી અનેક ગણો ટ્રાફીક ની અવરજવર સર્જાવાની શક્યતાઓ છે., જે બાળકો અને કુમારીકાઓના અભ્યાસ માં અનેક સમસ્યાઓ લાવશે. વાસ્તવમાં આ સ્કુલ સંકુલમાં શૈક્ષણિક કાર્ય સિવાય કોઇ સરકારી કાર્ય ના થવામાં આવે તે ઇચ્છનીય છે.મામલતદાર ઓફીસને કોઈ અન્ય સ્થળે સ્થાપિક કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.